લાલબત્તી સમાન કિસ્સો/ માંગરોળના નવાપુરા ગામે ચોથા માળેથી પટકાતાં બાળકનું મોત

નવાપરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારનું બાળક રમતી વખતે અચાનક  નીચે પટકાયું હતું.ચોથા માળેથી પટકાતા દોઢ વર્ષના માસુમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતુ.

Gujarat Surat

@નલિન ચૌધરી

માંગરોળના નવાપુરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય બાળકનું  ચોથા માળેથી પટકાતાં બાળકનું કરૂં મોત નિપજ્યું હતું. સ્થાનિક પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવાપરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારનું બાળક રમતી વખતે અચાનક  નીચે પટકાયું હતું.ચોથા માળેથી પટકાતા દોઢ વર્ષના માસુમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતુ.બાળકની માતા ઘરમાં કામ કરી રહી હતી અને પિતા મીલમાં નોકરી પર હતા તે દરમિયાન સમગ્ર ઘટના બની હતી.બાળક નીચે પટકાયું હોવાની જાણ નજીકમાં રહેતી અન્ય મહિલાને થતાં તેણે પરિવારને જાણ કરી હતી.

મહિલા ભાગીને નીચે ગઈ પરંતુ બાળકનું મોત નિપજ્યું હતું.જો કે માતાની નાસભાગના દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ થયા હતાં.મૃત બાળકને હાથમાં લઈ વિલાપ કરતી માતાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

માર્ચ મહિનામાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. સુરતના પલસાણા વિસ્તારમાં પહેલા માળેથી 2 વર્ષીય બાળક પટકાયો હતો. મહાદેવ સોસાયટીમાં પહેલા માળે બાળક રમતું હતું, ત્યારે તે અચાનક જ નીચે પટકાયો હતો. બાળક રમતાં-રમતાં નીચે પટકાયો હતો. જેના લીધે બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઘટનાને પગલે પરિવારજનો અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..

આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ

આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત