Gujarat Weather:હવામાન વિભાગ (IMD)એ ૨૦૨૬ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે બીજા તબક્કાના પૂર્વાનુમાનમાં મોટો ફેરફાર કરીને વરસાદને (Rainfall) લાંબા ગાળાના સરેરાશ (LPA)ના 90% રહેવાની આગાહી કરી છે. આ ઓછો વરસાદ (Below Normal) કેટેગરીમાં આવે છે. અગાઉ એપ્રિલમાં 92%ની આગાહી હતી. આ ત્રણ વર્ષ પછી પહેલી વખત નબળા ચોમાસાની સ્થિતિ સર્જાઈ રહી છે.

શું વરસાદ (Rainfall) ઓછો પડશે?
હવામાન વિભાગ અનુસાર દેશના મોટા ભાગમાં વરસાદ ઓછો થવાની સંભાવના છે.ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ પ્રાયદ્વીપીય વિસ્તારોમાં ઓછો વરસાદ (Rainfall) રહેવાની શક્યતા વધુ છે. જૂન મહિનામાં પણ વરસાદ સામાન્ય કરતાં ઓછો થવાની આગાહી છે.

આ પરિસ્થિતિ પાછળ અલ નીનોની વિકસતી સ્થિતિ જવાબદાર છે.હાલમાં ન્યુટ્રલ સ્થિતિ છે,પરંતુ મે-જુલાઈમાં અલ નીનો વિકસવાની 82% સંભાવના છે અને વર્ષના અંત સુધી તે ચાલુ રહેવાની 96% શક્યતા છે. જૂનમાં તેની અસર મધ્યમ રહેશે, પરંતુ જુલાઈ-સપ્ટેમ્બરમાં તે તીવ્ર બનીને ચોમાસાને વધુ અસર કરી શકે છે.જૂન મહિનામાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં તીવ્ર હીટવેવની આગાહી છે. લોકોએ આકરી ગરમીનો સામનો કરવો પડશે અને વરસાદની (Rainfall) આશા પર પાણી ફરી વળશે.
