Not Set/ મહાજંગ – 2019 : પોરબંદર બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે ત્રીપાંખીયા જંગમાં બળિયાઓ વચ્ચે લડાઇ

પોરબંદર લોકસભા બેઠકનો પરિચય મહાત્મા ગાંધી અને સુદામાની જન્મભૂમિ પોરબંદર, આંતરરાષ્ટ્રીય સ્તરે સુવિખ્યાત પ્રવાસન સ્થળ છે. પોરબંદર બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા સીટોની વાત કરવામાં આવે તો પોરબંદર બેઠકમાં પોરબંદર, કુતિયાણા (પોરબંદર જીલ્લો), ગોંડલ(રાજકોટ જીલ્લો), જેતપુર(રાજકોટ જીલ્લો), ધોરાજી(રાજકોટ જીલ્લો), કેશોદ(જુનાગઢ જીલ્લો) અને માણાવદર(જુનાગઢ જીલ્લો) એમ કુલ 7 વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. 2017માં આ તમામ 7 વિધાનસભા સીટોમાંથી […]

Top Stories Gujarat Others
PORBANDER મહાજંગ – 2019 : પોરબંદર બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે ત્રીપાંખીયા જંગમાં બળિયાઓ વચ્ચે લડાઇ

પોરબંદર લોકસભા બેઠકનો પરિચય મહાત્મા ગાંધી અને સુદામાની જન્મભૂમિ પોરબંદર, આંતરરાષ્ટ્રીય સ્તરે સુવિખ્યાત પ્રવાસન સ્થળ છે. પોરબંદર બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા સીટોની વાત કરવામાં આવે તો પોરબંદર બેઠકમાં પોરબંદર, કુતિયાણા (પોરબંદર જીલ્લો), ગોંડલ(રાજકોટ જીલ્લો), જેતપુર(રાજકોટ જીલ્લો), ધોરાજી(રાજકોટ જીલ્લો), કેશોદ(જુનાગઢ જીલ્લો) અને માણાવદર(જુનાગઢ જીલ્લો) એમ કુલ 7 વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. 2017માં આ તમામ 7 વિધાનસભા સીટોમાંથી 4 ભાજપ પાસે અને 3 સીટો કોંગ્રેસ પાસે છે. પોરબંદર બેઠક પર કુલ મતદારોની સંખ્યા 16,49,610 છે. પોરબંદર બેઠકનાં જ્ઞાતિગત ગણિત જોવામાં આવેતો પટેલ સમાજ 26.12%,  આહીર સમાજ 6.38%, કોળી સમાજ 9.47%, દલિત સમાજ 9.22%, મહેર સમાજ 11.73%, મુસ્લિમ સમાજ 9.26% અને અન્ય જ્ઞાતીનાં મતદારો 27.80% છે.

porbandar મહાજંગ – 2019 : પોરબંદર બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે ત્રીપાંખીયા જંગમાં બળિયાઓ વચ્ચે લડાઇ

આવો છે પોરબંદર બેઠકનો રાજકીય ઇતિહાસ

પોરબંદરનો રાજકીય ઇતિહાસ જોઇએ તો 1977માં લોકદળનાં ધર્મસિંહ પટેલ વિજય થયા હતા. 1980માં કોગ્રેસનાં માલદેવજી ઓડેદરા અને 1984માં પરસોત્તમભાઈ ભાલોડીયા વિજય થયા હતા. તો 1989માં અહીં જનતા દળે બાજી મારી અને બળવંતભાઈ મણવર વિજય થયા હતા. 1991 અને 2004માં ભાજપનાં હરિલાલ પટેલ, તો 1996,1998, 1999માં ભાજપનાં ગોરધનભાઈ જાવિયા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2009, 2013(પેટા ચૂંટણી) અને 2014માં વિઠ્ઠલ રાદડિયા સાંસદ રહ્યા. 2009માં વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસમાંથી અને 2013/2014માં ભાજપમાંથી ચૂંટાયા હતા. ૨૦૧૯ માટે ભાજપે રમેશ ધડુકને ટીકીટ આપી છે. તો કોંગ્રેસમાંથી ધારાસભ્ય લલિત વસોયા મેદાનમાં છે, સાથે સાથે અહીથી પાટીદાર આનામતનાં પાટીદાર મહિલા નેતા રેશમા પટેલ NCPમાંથી ઉમેદવાર છે. આમ પોરબંદર બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

પોરબંદર લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ

ramesh lalit મહાજંગ – 2019 : પોરબંદર બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે ત્રીપાંખીયા જંગમાં બળિયાઓ વચ્ચે લડાઇ

 

રમેશભાઈ ધડુક ( ભાજપ ઉમેદવાર)

રમેશભાઈ ધડુક છે  લેઉવા પટેલનાં આગેવાન

૧૦ ધોરણ સુધીનો  અભ્યાસ  અને રીયલ એસ્ટેટનો વ્યવસાય

માર્કેટ યાર્ડના ચેરમેન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ

ધડુક  ગોંડલ, જેતપુર, ધોરાજી અને કંડોરણા વિસ્તારમાં જાણીતા

લલિત વસોયા(કોંગ્રેસ ઉમેદવાર)

ધોરાજી-ઉપલેટાનાં  ધારાસભ્ય છે લલિત વસોયા

એસ.વાય.બી.એ. સુધીનો  અભ્યાસ

પહેલી વખત લડી રહ્યા છે લોકસભાની ચુંટણી

લલિત વસોયા  ખેડૂતોના પ્રશ્નો લઈને લડતમાં સક્રિય

ઉપલેટા-ધોરાજી, જેતપુર, ગોંડલ, પોરબંદર,માણાવદર અને કેશોદનાં  ગામડાઓમાં સારો સંપર્ક

માર્કેટ યાર્ડના ચેરમેન અને જિલ્લા બેંકના સભ્ય તરીકે આપી છે સેવા