ગુજરાત/ સોની કલાકારે ચાંદીના કડા ઉપર હનુમાન ચાલીસાની ચોપાઈ કંડારી

બારિયા નગરની આદિવાસી ભીલોડી અને ભરવાડી અને ફેન્સી કઢાવો બનાવવાની કામગીરી સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત છે

Gujarat Others
Untitled 96 સોની કલાકારે ચાંદીના કડા ઉપર હનુમાન ચાલીસાની ચોપાઈ કંડારી

દેવગઢબારિયાના એક સોનીએ ભોરીયા તરીકે ઓળખાતા ચાંદીના કડા ઉપર હનુમાન ચાલીસાની આખી ચોપાઈ કંડારી છે. દે.બારિયા નગરની આદિવાસી ભીલોડી અને ભરવાડી અને ફેન્સી કઢાવો બનાવવાની કામગીરી સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત છે. આ કામગીરીમાં તા.10 જુલાઈ, શનિવારના દિવસે હનુમાનજીનું નામ લઈને સવારે 8 થી બપોરે 3 સુધીમાં કઠોર પરિશ્રમ કરી હાથમાં પહેરવાના 1.25 ઇંચ બાય 7 ઇંચના કડા ઉપર હનુમાન ચાલીસાની આખી ચોપાઈ કંડારી લીધી હતી.

આ કડું બનાયા બાદ આ કલાકાર સોનીએ સોશિયલ મીડિયામાં તેનો વિડીયો અપલોડ કરતા જ વીડિયો વાયરલ થતાં એક જ કલાકમાં જ તેને 40 થી 50 કડા બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આ વેપારી દ્વારા લોકડાઉન દરમ્યાન અલગ અલગ 100 જેટલી ડીઝાઈનો બનાવી લોકડાઉનની નવરાશની પળોનો સદ્દઉપયોગ કર્યો હતો. જે બાદમાં આ વેપારીને ઓનલાઇન અને ટેલિફોનિક ધોરણે દાહોદ જિલ્લા સહિત સમગ્ર ભારતમાંથી કડાના ઓર્ડરો મળવાના શરૂ થયા છે.

મુકુંદ સિલ્વર નામે ઘરમાં જ ચાલતી મીની વર્કશોપના જસ્મીનભાઈ સોની આ અગાઉ એક ખાનગી કંપનીમાં નાની નોકરી કરતા હતા. બાદમાં પારિવારિક કારણોસર પોતાની સોનીકામની વારસાગત પેઢી સંભાળવાની જવાબદારી આવી જતા તેઓએ કંઈક નવું કરવાના અભિગમ સાથે આદિવાસી અને ભરવાડી ઘાટના કડા ઘડવાના તેમના પારિવારિક વ્યવસાયમાં આધુનિક જમાના પ્રમાણે પોતાની આગવી સૂઝબૂઝ કેળવી પારંપરિક ડિઝાઇન સિવાય બીજા 100 જેટલા નવા ઘાટની ડિઝાઈનો તૈયાર કરી અને સોશિયલ મીડિયાથી તેનું માર્કેટિંગ કર્યું.

જેના કારણે તેઓને અલગ અલગ શહેરોમાંથી મોટા મોટા વેપારી અને શોરૂમવાળાઓ જસ્મીનભાઈ સોનીને ઓર્ડર આપી અવનવી ડિઝાઈનોના કડા ઘડાવીને મંગાવતા થયા છે. તેઓએ હનુમાન ચાલીસાની આખે આખી ચોપાઈ ટાંકેલું હાથમાં પહેરવાનું ચાંદીનું કડું બનાવી સોશિયલ મીડિયાથી પ્રચાર કરતા ભારતના વિવિધ રાજ્યોમાંથી 50 જેટલા ચાંદીના કડા બનાવવાનો ઓર્ડર તેમને માત્ર એક જ કલાકમાં પ્રાપ્ત થયો હતો. આમ, કોરોનામાં ભારતના દેશવાસીઓ જે રીતે આત્મનિર્ભર થયા તે રીતે ગુજરાતના છેવાડાના સોની કલાકારે હાઉમાં ચાલીસા કંડારેલ કડા બનાવવાનો સંકલ્પ કરી નવી દિશામાં પણ આત્મનિર્ભર બનવાનો મહિમા ચરિતાર્થ કર્યો હતો.