સુરેન્દ્રનગર/ ચાર દિવસમાં 384 લોકો મોતને ભેટ્યા : મરણના દાખલા કાઢવવા માટે 10 દિવસનું વેઈટિંગ.

તંત્ર હાલ સૂઈ રહ્યા છે અને લોકો ઓક્સિજન માટે દોડી રહ્યા છે કારણ કે ઓક્સિજન ના આવે દર્દીઓના ટપોટપ મોતને ભેટી રહ્યા છે.

Gujarat
vaccine 15 ચાર દિવસમાં 384 લોકો મોતને ભેટ્યા : મરણના દાખલા કાઢવવા માટે 10 દિવસનું વેઈટિંગ.

જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : દર્દીઓ ના ટપોટપ મોત 

“સુરેન્દ્રનગર માં તંત્ર સૂતું છે અને ઓક્સિજન માટે પ્રજા દોડી રહી છે”

1514 હોમ આઇસોલેશન થયેલા દર્દીઓ પૈકી 270 લોકોને તંત્રએ ઓક્સિજન પહોંચાડ્યો.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આજે વહેલી સવારે પણ કોરોના ના પગલે ૧૪ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેર કોવિડ હોસ્પિટલ અને હોમ આઇસોલેશન થયેલા દર્દીઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં આજે વહેલી સવારે પાલિકા ખાતે થી મળેલ આંકડા મુજબ છેલ્લા ચાર દિવસમાં 384 લોકોના મોત નીપજ્ય છે. ત્યારે કોરોનાવાયરસ સુરેન્દ્રનગરમાં હાહાકાર મચાવી દીધો છે.

vaccine 16 ચાર દિવસમાં 384 લોકો મોતને ભેટ્યા : મરણના દાખલા કાઢવવા માટે 10 દિવસનું વેઈટિંગ.

સુરેન્દ્રનગરમાં એક તરફ ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે માત્ર ૧૧ ટન જેટલો જથ્થો ઓક્સિજનનો સુરેન્દ્રનગરને ને મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે રાજકોટ અમદાવાદ અને મોટા સિટીના 10% ઓક્સિજનનો જથ્થો સરકાર દ્વારા સુરેન્દ્રનગરને ફાળવવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યો છે.  ત્યારે ઓક્સિજન, ઇન્જેક્શન, સારી સારવાર ન મળવાના અભાવે દર્દીઓના ટપોટપ મોતને ભેટી રહ્યા છે.

ત્યારે આજે વહેલી સવારે પણ સુરેન્દ્રનગર શહેરમાં ૧૪ લોકોના કોરોના ના પગલે મોત નીપજ્યા છે. ત્યારે જિલ્લામાં કોરોના કિલર રૂપી સાબિત થઇ રહ્યો છે ત્યારે જિલ્લા પ્રશાસન વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા માત્ર સરકારી ચોપડામાં ગઈકાલે 8 લોકોના મોત નિપજ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ સાચી વિગત કંઈક અલગ જ છે રોજના સુરેન્દ્રનગરમાં કોરોના ના પગલે 80થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

vaccine 17 ચાર દિવસમાં 384 લોકો મોતને ભેટ્યા : મરણના દાખલા કાઢવવા માટે 10 દિવસનું વેઈટિંગ.

બીજી તરફ આરોગ્ય વિભાગ પોતાની સારી એવી કામગીરી દર્શાવવા માટે સરકારી ચોપડે ઓછા કેસ દર્શાવતું હોવાની પણ રાવ ફરિયાદ સામે આવી રહીછે. ગઈકાલે સુરેન્દ્રનગરમાં 294 જેટલા કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો નોંધાય હતા. ત્યારે હવે હોસ્પિટલમાં જગ્યા રહી નથી ત્યારે સામે સાજા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. માત્ર 94 જેટલા દર્દીઓ કોરોના ને હરાવી અને સાજા થયા છે . ત્યારે ઉલ્લેખનીય છે કે જિલ્લાની હોસ્પિટલો હાલમાં દર્દીઓથી ભરાઈ ચૂકી છે.

અને બીજી તરફ સુરેન્દ્રનગરમાં કોરોના ઘાતક રીતે સાબિત થઇ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ના સ્મશાન ખાતે પણ અગ્નિસંસ્કાર માટે  વેઇટિંગ  ચાલી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ બાબતે કોરોના અટકાયતી પગલાં ભરવામાં આવે તેવી શહેરીજનો માંગણી છે.

vaccine 18 ચાર દિવસમાં 384 લોકો મોતને ભેટ્યા : મરણના દાખલા કાઢવવા માટે 10 દિવસનું વેઈટિંગ.

સુરેન્દ્રનગરમાં કોરોના કાળમુખો

સુરેન્દ્રનગરમાં કોરોના કાળમુખો સાબિત થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વઢવાણ જોરાવરનગર રતનપરની સહિતના વિસ્તારોમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ ના ટપોટપ મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે નગરપાલિકા ખાતેથી મળેલી વિગત અનુસાર સુરેન્દ્રનગરમાં છેલ્લા ચાર દિવસમાં 384 લોકો દ્વારા પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તેમના મરણના દાખલા કઢાવવા માટે એપ્લાય કરવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોના કાળમુખો બનતો જઈ રહ્યો છે. ટપોટપ દર્દીઓના મોત નીપજી રહ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગરમાં છેલ્લા ચાર દિવસમાં 384 લોકો મોતને ભેટયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં પહેલા ટેસ્ટ કરાવવા માટે ત્યાર બાદ હોસ્પિટલમાં જગ્યા મેળવવા માટે ત્યારબાદ જગ્યા મળ્યા બાદ ઓક્સિજન ની વ્યવસ્થા ઊભી કરવા માટે અને ત્યારબાદ સમશાનમાં અગ્નિસંસ્કાર કરવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે આજે વહેલી સવારે નગરપાલિકા બહાર પણ કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનોના મૃત્યુ ના દાખલા કઢાવવા માટે પણ નગરપાલિકા બહાર લાંબી લાઈનો જોવા મળી છે દસ દિવસ નું વેટિંગ દાખલા કઢાવવા માં આવી ગયું છે.

સુરેન્દ્રનગરમાં હોમ isolation છે અને સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1514 સામે ઓક્સિજનના બાટલા તંત્ર દ્વારા માત્ર 270 આપવામાં આવ્યા.

સુરેન્દ્રનગરમાં કોરોના કાળમુખો સાબિત થઈ રહ્યો છે કોરોના ના કારણે સુરેન્દ્રનગર ની તમામ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ચૂકી છે ત્યારે સામાન્ય કોરોના ના લક્ષણો વાળા દર્દીઓને હોમ અઈસોલેશન  કરી અને સારવાર આપવામાં આવી રહી છે ત્યારે ગઈ કાલે જે પ્રશાશન વિભાગ દ્વારા યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં 1514 લોકો કોરોના ની સારવાર પોતાના ઘરે લઈ રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

તંત્ર સુઈ રહ્યું છે અને લોકો ઓક્સિજન માટે દોડી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં ઓક્સિજનની અછત સર્જાઈ જવા પામી છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ જે ઓક્સિજન પહોંચાડી રહી હતી. તે પણ હાલમાં તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થયો છે ત્યારે આ મેસેજમાં લોકો દ્વારા લખવામાં આવ્યું છે કે તંત્ર હાલ સૂઈ રહ્યા છે અને લોકો ઓક્સિજન માટે દોડી રહ્યા છે કારણ કે ઓક્સિજન ના આવે દર્દીઓના ટપોટપ મોતને ભેટી રહ્યા છે.

ત્યારે ઓક્સિજન વેચનાર કંપનીઓ બહાર પણ વહેલી સવારથી પોતાના સ્વજનોને બચાવવા અને ઓક્સિજન મેળવવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા આ બાબતે વિચારણા કરી અને સુરેન્દ્રનગરમાં પૂરતો ઓક્સિજન પહોંચાડવામાં આવે તેવી માગણી સુરેન્દ્રનગર શહેરીજનોની છે ત્યારે હાલમાં તો તે સેવાભાવી સંસ્થાઓ કાર્યરત હતી તેમને ઓક્સિજન આપવાનું અને વેચનાર કંપનીઓ દ્વારા બંધ કરવામાં આવ્યું છે.