Not Set/ આ ચોકીદાર પણ લડી રહ્યા છે ચૂંટણી

જામનગર, 2019 લોકસભાની ચૂંટણી ‘ચોકીદાર’ના સ્લોગન પર લડાઈ રહી છે.ચોકીદાર પર આરપારની લડાઈ જામી છે ત્યારે જામનગર સેવાસદનના એક ચોકીદારે  ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. નરેન્દ્રસિંહ જાડેજા નામના આ વ્યક્તિ પોતે સિક્યોરિટીનું કામ કરે છે અને તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવો દાવો કરી રહ્યાં છે. અપક્ષ તરીકે ઉમેદવારી કરનાાર નરેન્દ્રસિંહ જાડેજા ગામડાઓમાં ફરી પોતાનો પ્રચાર કરી […]

Gujarat Others
f 1 આ ચોકીદાર પણ લડી રહ્યા છે ચૂંટણી

જામનગર,

2019 લોકસભાની ચૂંટણી ‘ચોકીદાર’ના સ્લોગન પર લડાઈ રહી છે.ચોકીદાર પર આરપારની લડાઈ જામી છે ત્યારે જામનગર સેવાસદનના એક ચોકીદારે  ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. નરેન્દ્રસિંહ જાડેજા નામના આ વ્યક્તિ પોતે સિક્યોરિટીનું કામ કરે છે અને તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવો દાવો કરી રહ્યાં છે.

અપક્ષ તરીકે ઉમેદવારી કરનાાર નરેન્દ્રસિંહ જાડેજા ગામડાઓમાં ફરી પોતાનો પ્રચાર કરી રહ્યાં છે. નરેન્દ્ર જાડેજાનું કહેવું છે કે તેઓ ચોકીદાર હોવાથી ગામડાઓમાંથી આવતા લોકોના પશ્નોથી અવગત છે અને તેનું સમાધાન પણ જાણ છે.

ઉલ્લેખનિય છે કે નરેન્દ્રસિંહ જાડેજા સેનામાંથી નિવૃત્ત થયા બાદ તેઓ સેવા સદનમાં ચોકીદાર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

મહત્વનું છે કે જામનગરમાં સેવાસદનમાં ચોકીદાર તરીકે નોકરી કરતા નરેન્દ્રસિંહ જાડેજાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા ચર્ચાનો મુદ્દો બન્યો છે . નરેન્દ્ર સિંહ પહેલા જામનગરની જી . જી . હોસ્પિટલમાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતા . અને હાલ તેઓ સેવાસદનમાં ચોકીદાર તરીકે ફરજ નિભાવે છે . ત્યારે નરેન્દ્ર સિંહ ખાસ કરીને ગામડામાંથી આવતા લોકોના પ્રશ્નો વિશે અવગત છે અને તેઓ ધારાસભાની ચૂંટણી જીતશે તો પહેલું પ્રાધાન્ય ગામડાના લોકોને આપશે . સ્થળ પર જ તમામ પ્રશ્નનું નિરાકરણ કરવાનું વચન પણ આપ્યું છે . નરેન્દ્ર સિંહ પહેલા આર્મીમાં ફરજ નિભાવતા હતા .

તેઓ નિવૃત્ત થયા છે અને નિવૃત્તિ બાદ તેઓ ચોકીદાર તરીકે સેવાસદનમાં ફરજ નિભાવે છે . નરેન્દ્ર સિંહ પોતાના સમર્થકો સાથે અપક્ષ ના ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યા છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસને પણ ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે કે રાજકીય પક્ષો ચોકીદાર શબ્દને બદનામ કરી રહ્યા છે અને ચોકીદાર ના નામે રોટલા શેકી મત મેળવવાની કોશિશ કરી રહ્યા છે . ત્યારે જામનગરમાં ઓરીજીનલ ચોકીદારે ઉમેદવારી નોંધાવતા આખરે ચર્ચાનો વિષય બન્યો છે