Not Set/ ગુજરાતમાં આવતા 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો વધુ વિગત

ગુજરાતમાં આવતા 48 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદનો માહોલ જોવા મળી શકે છે.  ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની શક્યતાઓ છે. અમુક જિલ્લામાં […]

Gujarat Others
rain 02 0 ગુજરાતમાં આવતા 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો વધુ વિગત

ગુજરાતમાં આવતા 48 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદનો માહોલ જોવા મળી શકે છે.  ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની શક્યતાઓ છે. અમુક જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

rain file photo ગુજરાતમાં આવતા 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો વધુ વિગત

હવામાન વિભાગનાં અધિકારી જયંત સરકારનાં જણાવ્યાં પ્રમાણે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બે દિવસ સામાન્ય વરસાદથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. ગઈ કાલે રાતથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ 26થી 28 જૂન વચ્ચે અમદાવાદમાં વરસાદની શક્યતાઓ સૌથી વધુ છે. 26 જૂનથી અમદાવાદમાં પવનની ગતિ વધશે. જેથી વાતાવરણમાં ઠંડક વધતાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડશે. જો કે આ પહેલા રવિવારે મોડી રાત્રીએ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ભારે ઉકળાટથી લોકોને રાહત મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.