કહેવાય છે કે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આ વાત પુરવાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની નામાંકિત શેલ્બી હોસ્પિટલે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. કોરોનાને પગલે દર્દીઓના ફેફસાને માઠી અસર પહોંચતી હોય છે અને તેમાંથી સાજા થવા માટે એક સર્જરી કરવામાં આવે છે, જેમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવે છે. અત્યાર સુધી ચેન્નઇમાં જ આ સર્જરી થતી હતી પરંતુ હવે તે શેલ્બી હોસ્પિટલમાં પણ શક્ય બની છે.
- શેલ્બી હોસ્પિટલમાં સફળ થઇ જટિલ શસ્ત્રક્રિયા
- વધુ સારવાર માટે હવે દર્દીને ચેન્નઇ ખસેડાયો
કોરોના વાયરસમાં આપણે જોયું છે કે ફેફસા પર તેની સીધી અસર થાય છે અને ડેમેજ થયા બાદ દર્દીનું ઘણાં કિસ્સામાં મોત પણ થાય છે. જોકે અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં ઇકમો જેવી જટિલ શસ્ત્રક્રિયા દ્વારા રાજેશભાઇ પુજારા નામના દર્દીને નવજીવન અપાયું છે અને વધુ સારવાર માટે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઇ ખસેડવામાં આવ્યા છે.
- દર્દીના બંને ફેફસામાં ન્યુમોનિયાની અસર
- સિટી સ્કેનમાં 25માંથી 25નો આવ્યો હતો સ્કોર
- આવી સ્થિતિમાં દવા પણ બેઅસર
રાજેશભાઇનો કોવિડ બાદના પ્રથમ સિટી સ્કેનમાં 10નો સ્કોર અને ત્યારબાદના બીજા સિટી સ્કેનમાં તેમના ફેફસાનો સ્કોર 25માંથી 25 આવ્યો હતો. જે સંપૂર્ણ ડેમેજની નિશાની છે. આવી સ્થિતિમાં બધી જ દવા અને ઇન્જેક્શન બેઅસર સાબિત થાય છે.
- ઇકમોથી એટલે માનવીના બે ફેફસા ઉપરાંત ત્રીજું કૃત્રિમ ફેફસું
- શેલ્બીની અનુભવી ટીમે શસ્ત્રક્રિયાને પાર પાડી
રાજેશભાઇને બીજી મેના રોજ શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના હૃદયમાં પૂરતો ઓક્સિજન પહોંચતો ન હતો. જેમાં વેન્ટિલેટર પણ ઘણીવાર ઉપયોગી બનતું નથી. દર્દીના સ્વજનોને માત્ર થોડા સમયમાં જ જાણકારી આપી જટિલ શસ્ત્રક્રિયા હાથ ધરાઇ હતી.
હાલ દર્દીની હાલત સ્થિર
આધુનિક સારવાર પ્રણાલી અને મશીનરીનો લાભ લઇ રાજેશભાઈના લોહીમાં અને શરીરના બધા અંગોમાં ઓક્સિજન નું પ્રમાણ વધારીને 95 થી100 ટકા જેટલું કરી શકાય તેમ છે. દર્દીને ત્રણ નિષ્ણાતોની ટીમ દ્વારા ચેન્નઇ પહોંચાડાયા. રાજેશભાઇને હવે વધુ સારવાર માટે ચેન્નઇ એરલિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની આગામી સારવાર કરવામાં આવશે.