Not Set/ મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો, વનવિભાગની ટીમે વાઘ અને બાળવાઘની તપાસ શરૂ કરી

મહિસાગર, સમાચારની દુનિયામાં હંમેશા અગ્રેસર રહેતા મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી એક વખત પડઘો પડ્યો છે. મંતવ્ય ન્યૂઝે મહિસાગરમાં વાઘ અને બાળવાઘના પંજાના નિશાન મળી આવ્યા હોવાના અહેવાલ સૌ પ્રથમ પ્રસારિત કર્યો હતો. અહેવાલ પ્રસારિત થયા બાદ વનવિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે ત્યાંના સ્થાનિકોએ વાઘનો પરિવાર હોવાનો […]

Top Stories Gujarat Others Videos
mantavya 318 મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો, વનવિભાગની ટીમે વાઘ અને બાળવાઘની તપાસ શરૂ કરી

મહિસાગર,

સમાચારની દુનિયામાં હંમેશા અગ્રેસર રહેતા મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી એક વખત પડઘો પડ્યો છે. મંતવ્ય ન્યૂઝે મહિસાગરમાં વાઘ અને બાળવાઘના પંજાના નિશાન મળી આવ્યા હોવાના અહેવાલ સૌ પ્રથમ પ્રસારિત કર્યો હતો.

અહેવાલ પ્રસારિત થયા બાદ વનવિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે ત્યાંના સ્થાનિકોએ વાઘનો પરિવાર હોવાનો દાવો પણ કર્યો છે.

મહત્વની વાત તો એ છે કે હજુ પણ વિભાગે સત્તાવર રીતે વાઘ હોવાની કોઇ જાહેરાત કરી નથી. હવે વનવિભાગ તપાસ કર્યા બાદ જ સત્તાવાર જાહેર કરશે. આ પહેલા મહિસાગરના લુણાવાડામાં વાઘ દેખાયો હતો.

જે બાદ વનવિભાગે સત્તાવાર પુષ્ટિ કરી હતી અને વાઘના વધામણા કર્યા હતા. જો કે વાઘનું થોડાક દિવસ બાદ જ મોત થતાં વનવિભાગ પર અનેક સવાલો ઉભા થયા હતા. બાદમાં વાઘનું ભૂખમરાને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં હવે વાધ અને બાળ વાધના પંજા સામે આવ્યા છે.