Not Set/ ઇરાકમાં કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, મોટી સંખ્યામાં લોકોનાં મોત

ઇરાકનાં દક્ષિણ શહેર નાસિરીયામાં કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન ટાંકીનાં વિસ્ફોટથી લાગેલી આગ બાદ ઓછામાં ઓછા 44 લોકોનાં મોત નીપજ્યાં છે અને 67 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Top Stories World
11 259 ઇરાકમાં કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, મોટી સંખ્યામાં લોકોનાં મોત

ઇરાકનાં દક્ષિણ શહેર નાસિરીયામાં કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન ટાંકીનાં વિસ્ફોટથી લાગેલી આગ બાદ ઓછામાં ઓછા 44 લોકોનાં મોત નીપજ્યાં છે અને 67 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમાચાર એજન્સી રોઈટર્સ અનુસાર આરોગ્ય અધિકારીઓ અને પોલીસે કહ્યું કે, મૃત્યુઆંક વધી શકે છે. સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બચાવ કર્મચારીઓએ વધુ મૃતદેહોની શોધમાં ધૂમાડાથી ભરાયેલા મકાનની તપાસ કરી.

11 261 ઇરાકમાં કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, મોટી સંખ્યામાં લોકોનાં મોત

રાજકારણ / મોંઘવારી પર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકારનાં કાન પકડ્યા

વડા પ્રધાન મુસ્તફા અલ-કદીમીએ વરિષ્ઠ મંત્રીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી અને નાસિરિયામાં આરોગ્ય અને નાગરિક સંરક્ષણ મેનેજરોને સસ્પેન્ડ અને ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. નિવેદનમાં જણાવાયું છે કે, હોસ્પિટલનાં મેનેજરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ધરપકડનાં આદેશ આપવામાં આવ્યા હતા. યુદ્ધ અને પ્રતિબંધોથી પહેલાથી જ નષ્ટ થઇ ચુકેલી ઇરાકની આરોગ્ય પ્રણાલી કોરોનાવાયરસ સંકટથી ખરાબ રીતે લડી રહી છે. કોરોના સંક્રમણથી આ દેશમાં 17,592 લોકો માર્યા ગયા છે અને 1.4 મિલિયનથી વધુ લોકોને સંક્રમિત થયા છે. ઘટના સ્થળે રોઇટર્સનાં એક પત્રકારે જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મચારીઓએ મૃતદેહને સળગી રહેલા હોસ્પિટલમાંથી બહાર કાઠ્યા હતા, જ્યારે કેટલાક દર્દીઓ વધતા ધૂમાડાથી ખાંસી રહ્યા હતા. નાસિરિયાનાં આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગને કાબૂમાં લેવામાં આવ્યા બાદ અલ-હુસેન કોવિડ હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પરંતુ ગાઢ ધૂમાડાનાં કારણે કેટલાક બળી ગયેલા વોર્ડમાં પ્રવેશ કરવો મુશ્કેલ બની રહ્યો હતો.

11 260 ઇરાકમાં કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, મોટી સંખ્યામાં લોકોનાં મોત

Online Fraud or Terrorism ? / ભારતમાં સાઇબર ક્રાઇમથી તફડાવેલા રૂપિયા શું પાકિસ્તાન અને ચીન મોકલવામાં આવે છે ?

એક આરોગ્ય કર્મચારીએ સળગતા મકાનમાં પ્રવેશતા પહેલા રોઇટર્સને જણાવ્યું હતું કે, ઘણા દર્દીઓ ભીષણ આગમાં કોરોનાવાયરસ વોર્ડની અંદર ફસાયા હતા અને બચાવકર્તા તેમની પાસે પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. પોલીસનાં પ્રાથમિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, આગ હોસ્પિટલનાં કોવિડ-19 વોર્ડની અંદર ઓક્સિજન ટાંકીનાં વિસ્ફોટથી લાગી હતી. હોસ્પિટલનાં એક ગાર્ડ અલી મુહસીને કહ્યું કે મેં કોરોનાવાયરસ વોર્ડની અંદર મોટો વિસ્ફોટ સાંભળ્યો અને ત્યારબાદ આગ ખૂબ જ ઝડપથી ભડકી ઉઠી. આરોગ્ય સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવારની આગની ઘટનાથી મૃત્યુઆંક વધી શકે છે કારણ કે ઘણા દર્દીઓ હજુ ગૂમ છે. તેમણે જણાવ્યું હતું કે, મૃત્યુમાં બે આરોગ્ય કર્મચારીઓ પણ શામેલ છે. રોઇટર્સનાં પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, ગુસ્સે ભરાયેલા સબંધીઓ હોસ્પિટલની સામે ભેગા થયા હતા અને પોલીસ સાથે લડી રહ્યા હતા, જેમાં પોલીસનાં બે વાહનોને આગ ચાંપી દીધી હતી. એક યુવકે, હોસ્પિટલનાં પરિસરમાં ધાબળામાં લપેટેલા મૃતદેહોને જોતા કહ્યું કે, નિર્દોષ દર્દીઓની આગ અને હત્યા માટે ભ્રષ્ટ અધિકારીઓને જવાબદાર ઠેરવવા જોઈએ. મારા પિતાનો મૃતદેહ ક્યાં છે?