Not Set/ પશ્ચિમ બંગાળમાં જય શ્રી રામ બોલવા પર અમુક લોકો થાય છે લાલઘુમ : મોરારી બાપુ

લોકસભાની ચૂંટણી બાદ ભાજપને પૂર્ણ બહુમત મળી ગઇ છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં TMC અને BJPનાં કાર્યકરો વચ્ચે ઘમાસાન આજે પણ યથાવત છે. તાજા જાણકારી મુજબ બંન્ને પક્ષનાં કાર્યકર્તાઓ એકબીજાને નીચા બતાવવા માટે રસ્તે ઉતરી આવ્યા છે જ્યા તેઓ એકબીજાને લાઢીઓનો વરસાદ પણ કરતા હોવાનુ સામે આવ્યુ છે. છેલ્લા ઘણા સમયથી જય શ્રી રામ બોલવા ન […]

Top Stories India
88 1 પશ્ચિમ બંગાળમાં જય શ્રી રામ બોલવા પર અમુક લોકો થાય છે લાલઘુમ : મોરારી બાપુ

લોકસભાની ચૂંટણી બાદ ભાજપને પૂર્ણ બહુમત મળી ગઇ છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં TMC અને BJPનાં કાર્યકરો વચ્ચે ઘમાસાન આજે પણ યથાવત છે. તાજા જાણકારી મુજબ બંન્ને પક્ષનાં કાર્યકર્તાઓ એકબીજાને નીચા બતાવવા માટે રસ્તે ઉતરી આવ્યા છે જ્યા તેઓ એકબીજાને લાઢીઓનો વરસાદ પણ કરતા હોવાનુ સામે આવ્યુ છે. છેલ્લા ઘણા સમયથી જય શ્રી રામ બોલવા ન બોલવા મામલેે બંન્ને પક્ષ આમને સામને આવી ગયો છે. ત્યારે આ મામલે ગુજરાતનાં પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ અમદાવાદમાં એક કથામાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઇને એક નિવેદન આપ્યુ છે.

અમદાવાદમાં એક કથામાં મોરારી બાપુએ મમતા બેનર્જીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આજકાલ કેટલાંક લોકો જયશ્રી રામ બોલવાથી ગુસ્સે થઇ જાય છે. તેઓને સત્તામાં મોટો ફટકો પડતા તેઓ ગાંડાની જેમ બીજાની પાછળ દોડી રહ્યા છે. હવે દેશમાં જય શ્રી રામ બોલવું પણ ભારે પડી રહ્યું છે, કારણ કે, કેટલાક લોકો તેનાથી ગુસ્સે થઇ જાય છે. મોરારી બાપુની વાત કરીએ તો તે એક રામાયણનાં કથાકાર છે. તેઓ અવાર-નવાર પોતાની કથાઓમાં રાજકીય પ્રવાહોને લઇને ટકોર કરતા હોય છે. તેઓ હંમેશાં પોતાના નિવેદન માટે જાણીતા છે. ત્યારે ફરી એકવખત મોરારી બાપુએ અમદાવાદમાં એક કથામાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કરીને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યુ કે, લોકસભામાં મોટો ફટકો પડતા તે હવે ગાંડા જેવા થઇ ગયા છે અને અન્ય લોકોની પાછળ દોડી રહ્યા છે. ત્યારે શું હવે દેશમાં જય શ્રી રામ બોલવુ પણ ભારે પડી રહ્યુ છે?

મોરારી બાપુએ હિંન્દુઓની સંખ્યાને લઇને કહ્યુ કે, જે દેશમાં મોટી સંખ્યામાં હિન્દુઓ રહેતા હોય ત્યા જય શ્રી રામ બોલવા પર તમે કોણ રોકવાવાળા. મમતાને ટાર્ગેટ કરતા તેમણે કહ્યુ કે, તમે રાજનીતિમાં છો. પરંતુ તમે કોઇને જય શ્રી રામ બોલતા ન રોકી શકો. ઉલ્લેખનીય છે કે, મોરારી બાપુ આ પહેલા પણ પોતાના નિવેદનને લઇને ચર્ચામાં રહ્યા છે. તેઓ અગાઉ કેટલાક નેતાઓ પર નિવેદનો આપી ચૂક્યા છે. તેમાં યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પણ સમાવેશ થાય છે. થોડા દિવસ પહેલા તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હનુમાનજી તો પ્રાણવાયુ છે, કોઇને તાકાત નથી તેને જાતિમાં વહેંચી શકે. તમને જણાવી દઇએ કે, જાણીતા કથાકાર મોરારીબાપુનો જન્મ મહુવા તાલુકાનાં તલગાજરડા ગામમાં થયો હતો. તેઓ પ્રખર રામકથા કાર છે. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો આપવામાં આવે છે. આજે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા વિવાદો પર દેશની જનતાની રાય અલગ-અલગ જોવા મળી રહી છે. ઘણા આ મામલે ભાજપને દોષી ગણે છે તો ઘણા મમતા બેનર્જીને દોષી ગણે છે. જોવાનું રહેશે કે આ વિવાદ આગળ પશ્ચિમ બંગાળને કઇ દિશા તરફ લઇ જાય છે.