Not Set/ 144મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ, ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે મોસાળ સરસપુરથી નીજ મંદિરે પરત ફર્યા છે.

Top Stories Ahmedabad Gujarat
A 160 144મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ, ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ

અમદાવાદમાં કોરોના કાળમાં ભગવાન જગન્નાથની બીજી રથયાત્રા યોજાશે. જો કે, ગત વર્ષે ભગવાનના રથ મંદિરના પરિસરમાં જ ફર્યા હતા. ત્યારે આ વર્ષે કોરોનાના કેસો ઓછા થતા સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન પ્રમાણે રથયાત્રા યોજવા માટેની પરવાનગી આપી છે. જે રૂટ પરથી રથ નીકળશે તે તમામ રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવશે. જેના કારણે ભક્તો રથયાત્રામાં નહિ જોડાય અને મોસાળ સરસપુરમાં દર વર્ષે થતો 1 લાખ કરતાં વધુ ભક્તોનો જમણવાર પણ યોજાશે નહિં.

આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે મોસાળ સરસપુરથી નીજ મંદિરે પરત ફર્યા છે. ભગવાન જગન્નાથી આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. જે બાદ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવશે. આજે ભગવાન જગન્નાથની મહા આરતી કરવામાં આવશે.દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત મંદિરમાં સાધુ-સંતો માટે ભંડારો યોજાશે.

આ પણ વાંચો :રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય, રાજય માં 15 જુલાઇથી ધો.12 વર્ગો શરુ કરાશે

કોરોનાના મહામારીને કારણે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કોવિડ ગાઈડલાઇન સાથે મર્યાદિત ભક્તો અને આમંત્રિતો સાથે કરવામાં આવશે. જેમાં શનિવારે સવારે 6 વાગે ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમજ સવારે 8 વાગે નેત્રોત્સવ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નેત્રોત્સવ વિધિ બાદ 9.30 કલાકે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન છે. તેમજ 10.30 વાગે મહાઆરતી કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર.પાટીલ પણ હાજર રહેવાના છે.

આ પણ વાંચો : કલોલમાં કોલેરા એ ઉથલો મારતા બે કિલોમીટર વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો

આ દિવસે લોકોને ભગવાનના આંખે પાટા બાંધેલા રૂપમાં દર્શન થાય છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આંખો પરથી રથયાત્રાને દિવસે સવારે ચાર વાગે મંગળા આરતી સમયે પાટા ખોલવામાં આવે છે. તે બાદ મંગળા આરતી કરવામાં આવે છે.

આ પણ વાંચો :પાટડીમાં 97માં વર્ષે રથયાત્રા સ્થગિત : મંદિરથી તળાવ સુધી જલયાત્રા નીકળશે

નેત્રોત્સવ વિધિના બીજા દિવસે રવિવારે 11 જુલાઇના રોજ સવારે 9 વાગે ભગવાનના સોનાવેષમાં દર્શન થશે. જ્યારે સવારે 10 વાગે ગજરાજોની પૂજા કરવામાં આવશે. તેની બાદ બપોરે 2 વાગે ત્રણેય રથોની પૂજા મંદિર પરિસરમાં કરવામાં આવશે. જ્યારે સાંજે 6.30 વાગે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ભગવાનના દર્શન માટે આવશે. તેમજ સાંજે 8 વાગે મહાઆરતી કરવામાં આવશે.

આજે ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફરતા ઉત્સવ અને આનંદનો ઉત્સાહ મંદિરે જોવા મળી રહ્યો છે. આજે મંદિરમાં સાધુસંતોનો ભંડારો યોજાવાનો છે. 1000 જેટલા લોકોનો ભંડારો આજે યોજવામાં આવ્યો છે. વહેલી સવારથી ભંડારાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભંડારામાં માલપુઆ અને દૂધપાક નો પ્રસાદ આપવામાં આવે છે. સવારથી મંદિરના રસોડામાં 500 લીટર દૂધનો દૂધપાક બનાવવામા આવ્યો છે. ચણાનું શાક, પુરી અને માલપુઆ બનાવવામાં આવી રહ્યાં છે. આજે 100થી વધુ સાધુ સંતો ભગવાનના ભંડારામાં પ્રસાદનો લાભ લેશે આમ રથયાત્રા અગાઉ આજના દિવસે ખુબજ હર્ષોલ્લાસ નો માહોલ જોવા મળી રહ્યો છે.