K Kavitha Arrested/ દિલ્હી લિકર પોલિસી કેસમાં CBIની મોટી કાર્યવાહી, કે. કવિતાની કરી ધરપકડ

દિલ્હી લિકર પોલિસી મુદ્દે તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કવિતાની મુશ્કેલીઓ વધી શકે છે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 04 11T150011.603 દિલ્હી લિકર પોલિસી કેસમાં CBIની મોટી કાર્યવાહી, કે. કવિતાની કરી ધરપકડ

New Delhi: દિલ્હી લિકર પોલિસી કેસમાં, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કેસીઆરની પુત્રી અને બીઆરએસ નેતા કે. કવિતાની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. કવિતા હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. શનિવારે સીબીઆઈએ કવિતની જેલમાં પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 15 માર્ચે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કવિતાની ધરપકડ કરી હતી. 9 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા કવિતાની કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી. અગાઉના જ્યુડિશિયલ કસ્ટડીના સમયગાળાના અંતે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સીબીઆઈએ આજે કવિતાની જેલમાંથી ધરપકડ કરી છે. 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરશે અને કસ્ટડીની માંગણી કરશે. સીબીઆઈએ ભ્રષ્ટાચાર નિવારણ અને 120B કાવતરા હેઠળ એક્સાઈઝ કૌભાંડની એફઆઈઆર નોંધી હતી, ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસમાં ખુલાસો થયો કે,કવિતાએ આમ આદમી પાર્ટી (AAP)ને 100 કરોડ રૂપિયાની લાંચ અપાવી હતી.

અગાઉ સોમવારે, કોર્ટે કવિતાને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ તેમણે માત્ર પુરાવાનો નાશ કર્યો નથી પરંતુ સાક્ષીઓને પણ પ્રભાવિત કર્યા છે અને જો તેમને રાહત આપવામાં આવે છે, તો ‘સંપૂર્ણ સંભાવના’ છે કે તે આવું કરતા રહેશે. તેથી EDએ આરોપ લગાવ્યો છે કે વિધાન પરિષદના સભ્ય અને તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતા ‘સાઉથ ગ્રૂપ’ના  મુખ્ય સભ્ય છે, જેના બદલામાં દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપવાનો આરોપ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં દારૂના લાયસન્સમાં મોટો હિસ્સો મેળવ્યો. કરોડોની લાંચ આપવાનો આરોપ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગર્ભવતી થઇ કુંવારી સગીરા, હોસ્પિટલે સારવારની ના પાડી; જાણો શું કહ્યું હાઈકોર્ટે

આ પણ વાંચો:ભારત આવશે ટેસ્લાના માલિક એલોન મસ્ક, પીએમ મોદી સાથે કરશે મુલાકાત, થઈ શકે છે આ મોટું એલાન

આ પણ વાંચો:AAP મંત્રી રાજકુમાર આનંદે આપ્યું રાજીનામું, કહ્યું- હું કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી

આ પણ વાંચો:BJP ઉમેદવારનો યુવતીને ચુંબન કરતો ફોટો વાયરલ, વિવાદ થતા કહ્યું-તે મારી…