આરોપ/ ભારતની ગુપ્તચર એજન્શી રો ના એજન્ટે આતંકવાદી હાફીઝ સઇદના ઘર બહાર વિસ્ફોટ કર્યો : પાકિસ્તાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

પાકિસ્તાને ભારત પર વૈશ્વિક આતંકવાદી અને મુંબઇ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઇદના ઘરની બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટનો આરોપ લગાવ્યો

Top Stories
pakistan ભારતની ગુપ્તચર એજન્શી રો ના એજન્ટે આતંકવાદી હાફીઝ સઇદના ઘર બહાર વિસ્ફોટ કર્યો : પાકિસ્તાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

દુનિયામાં આતંકવાદ માટે જાણીતા પાકિસ્તાને ફરી એકવાર ભારત પર કાદવ ઉછાળવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાને ભારત પર વૈશ્વિક આતંકવાદી અને મુંબઇ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઇદના ઘરની બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડો.મૌઇદ યુસુફે રવિવારે કહ્યું હતું કે ભારતીય ગુપ્તચર એજન્સી રો સાથે સંકળાયેલા એક વ્યક્તિએ લાહોરમાં આ વિસ્ફોટ કર્યો છે.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે ગત મહિને લાહોરમાં જોહર ટાઉનમાં વિસ્ફોટ થયો હતો તેની તપાસમાં મળેલા પુરાવામાં ભારતની સંડોવણીનો સાફ સંકેત આપે છે. . જોકે, પાકિસ્તાને ન તો કથિત ભારતીયનું નામ આપ્યું છે કે ન તો આરોપ લગાવતી વખતે કોઈ પુરાવા રજૂ કર્યા છે. ઇમરાન ખાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે તપાસમાં અવરોધ કરવા માટે  તે દિવસે  પાકિસ્તાન પર અનેક સાયબર એટેક કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાન આતંકવાદીઓને પોષણ કરે છે અને તેને સુવિધાઓ પુરી પાડતો હોવાથી એફએટીએફની પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખ્યુ છે. જયારે સંસ્થાએ પાકિસ્તાનના એનએસએ પુછ્યું કે આ વિસ્ફોટમાં ભારતની સંડોવણી છે ?ત્યારે પાકિસ્તાને જણાવ્યું કે જે દિવસે હુમલો થયેા ત્યારે દેશના માહિતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હજારો સાયબર એટેક થયા હતાઅને અમને તપાસમાં સફળતા ના મળે અને આ ઘટનામાં સામેલ લોકો ફરાર થઇ જવાની તક મળે.

પાકિસ્તાન સલાહકાર મૈાઇદે કહ્યું કે અમને  કોઈ આશંકા નહોતી કે જોહર બ્લાસ્ટ અને સાયબર એટેક વચ્ચે કોઈ જોડાણ છે સાયબર એટેકની સંખ્યા ટલી હતી કે તેમાં કોઈ શંકા નથી કે આપણો પડોશી દેશ તેમાં સામેલ છે. તેમણે વધુમાં  કહ્યું કે આ હુમલા માટેના નાણાં પણ ભારત તરફથી આવ્યા હતા. પૈસા ત્રીજા દેશ દ્વારા મોકલવામાં આવ્યા હતા