Not Set/ બીજલ જોશી સામુહિક દુષ્કર્મ મામલો : આરોપીઓને મુક્ત કરવા સુપ્રિમનો આદેશ

આખા રાજ્યમાં ચકચાર મચાવનારા 2003માં અમદાવાદમાં થયેલા બીજલ જોશી દુષ્કર્મ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. છેલ્લા 15 વર્ષથી અમદાવાદની સાબરમતી જેલમાં સજા કાપી રહેલા દિલ્હીના આરોપી સજલ જૈન સહીત પાંચને સુપ્રીમ કોર્ટે છોડી મુકવાનો આદેશ કર્યો છે. જણાવી દઈએ કે, 31 ડિસેમ્બર 2003ની રાત્રે બીજલ જોશી પર પાંચ શખ્સો દ્વારા સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. […]

Top Stories Ahmedabad Gujarat
o SUPREME COURT OF INDIA facebook બીજલ જોશી સામુહિક દુષ્કર્મ મામલો : આરોપીઓને મુક્ત કરવા સુપ્રિમનો આદેશ

આખા રાજ્યમાં ચકચાર મચાવનારા 2003માં અમદાવાદમાં થયેલા બીજલ જોશી દુષ્કર્મ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. છેલ્લા 15 વર્ષથી અમદાવાદની સાબરમતી જેલમાં સજા કાપી રહેલા દિલ્હીના આરોપી સજલ જૈન સહીત પાંચને સુપ્રીમ કોર્ટે છોડી મુકવાનો આદેશ કર્યો છે.

જણાવી દઈએ કે, 31 ડિસેમ્બર 2003ની રાત્રે બીજલ જોશી પર પાંચ શખ્સો દ્વારા સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સામુહિક બળાત્કારની ઘટના બાદ બીજલ જોશીએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું.

આ મામલે પોલીસે સજલ જૈન સહીત પાંચ આરોપીઓને બળાત્કાર અને આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમો લગાવી અમદવાદ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. પરંતુ સાક્ષીઓના નિવેદન અને પુરાવાના અભાવે કોર્ટે તમામ આરોપીઓને આપઘાતની દુષ્પ્રેરણાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. તેમજ બળાત્કારના કેસમાં આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.

જોકે, સજલ જૈને ગુજરાત હાઇકોર્ટમાં સજા ઘટાડવાની માંગણી કરી હતી, જેને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જેથી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો.