Not Set/ ચીન સરહદ પર ભારતના આર્મી-એરફોર્સએ કર્યું શક્તિ પ્રદર્શન

ભારતીય સેનાના જવાનોએ 17 સપ્ટેમ્બરના રોજ ઈસ્ટર્ન લદ્દાખ વિસ્તારમાં એક મોટી સૈન્ય કવાયત હાથ ધરી હતી. આ કવાયતમાં એરફોર્સના સૈનિકો અને ભારતીય સેનાના ઘણા સૈનિકો સામેલ થયા હતા. ચીનની સાથે સટે લદ્દાખના આ ભાગ સાથે ભારતીય સૈન્યના જવાનોની આ કવાયત રણનીતિ રૂપે મહત્વપૂર્ણ છે. આ પહેલીવાર છે જ્યારે ભારતીય સૈન્યના જવાનોએ આ ભાગમાં કોઈ પ્રકારની […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 8 ચીન સરહદ પર ભારતના આર્મી-એરફોર્સએ કર્યું શક્તિ પ્રદર્શન

ભારતીય સેનાના જવાનોએ 17 સપ્ટેમ્બરના રોજ ઈસ્ટર્ન લદ્દાખ વિસ્તારમાં એક મોટી સૈન્ય કવાયત હાથ ધરી હતી. આ કવાયતમાં એરફોર્સના સૈનિકો અને ભારતીય સેનાના ઘણા સૈનિકો સામેલ થયા હતા. ચીનની સાથે સટે લદ્દાખના આ ભાગ સાથે ભારતીય સૈન્યના જવાનોની આ કવાયત રણનીતિ રૂપે મહત્વપૂર્ણ છે.

આ પહેલીવાર છે જ્યારે ભારતીય સૈન્યના જવાનોએ આ ભાગમાં કોઈ પ્રકારની કવાયત કરી છે. નોર્થન કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ રણવીર સિંહે પણ આ અભ્યાસના સાક્ષી બન્યા હતા.

તેનો વીડિયો એક ન્યૂઝ એજન્સી દ્વારા પણ બહાર પાડવામાં આવ્યો છે. સામે આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે વાયુસેનાના જવાન કેવી રીતે કૂદી રહ્યાં છે, જ્યારે સેનાના જવાનો ટેંક સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે ચીની સેના સતત આ ભાગમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહી છે, ઘણી વખત સેનાના બંને સૈનિકો પણ અહીં સામ સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન, ભારતીય સેનાના સૈનિકોની પ્રેક્ટિસ પણ ચીનને જોરદાર સંદેશ આપે છે. આ કવાયત દરમિયાન ભારતીય સૈન્યના જવાનોએ આધુનિક ટેકનોલોજીના હથિયારો અને સામગ્રીનો ઉપયોગ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.