Pak-Fawad-Qureshi/ પાકમાં ઇમરાનના સહયોગી ફવાદ ચૌધરી અને શાહ મેહમૂદ કુરેશીની ધરપકડ

પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના નજીકના પક્ષના નેતા ફવાદ ચૌધરીની ઈસ્લામાબાદમાં સુપ્રીમ કોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી હતી.

Top Stories World
Pak Fawad પાકમાં ઇમરાનના સહયોગી ફવાદ ચૌધરી અને શાહ મેહમૂદ કુરેશીની ધરપકડ

ઈસ્લામાબાદ: પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના નજીકના પક્ષના નેતા ફવાદ ચૌધરીની ઈસ્લામાબાદમાં સુપ્રીમ કોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, પીટીઆઈના નેતાઓ અને કાર્યકર્તાઓ પર ચાલી રહેલા ક્રેકડાઉન વચ્ચે આ ઘટના સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ધરપકડથી બચવા માટે ફવાદ ચૌધરી સવારે 11 વાગ્યે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની અંદર હતા.

આ ઉપરાંત પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશી, જે પદભ્રષ્ટ વડા પ્રધાન ઇમરાન ખાનના નજીકના સાથી છે, તેમની ગુરુવારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વણસી રહેલી રાજકીય અશાંતિ વચ્ચે ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા અને દેશની રાજધાનીમાં અને ત્રણ પ્રાંતોમાં સેના તૈનાત કરવામાં આવી છે.

એમપીઓની કલમ 3 હેઠળ ધરપકડ
જણાવી દઈએ કે જ્યારે ફવાદ ચૌધરી સુપ્રીમ કોર્ટ પરિસરમાંથી બહાર આવ્યો ત્યારે ઈસ્લામાબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર (MPO)ની કલમ 3 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈએ ટ્વિટમાં લખ્યું છે કે, ઈસ્લામાબાદ હાઈકોર્ટ દ્વારા 12 મે સુધી રક્ષણાત્મક જામીન આપવામાં આવ્યા હોવા છતાં ફવાદ ચૌધરીની સુપ્રીમ કોર્ટની બહાર ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં જંગલનો કાયદો છે.

ધરપકડ પહેલા પત્રકારો સાથે વાત કરતા ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે વકીલ સમુદાય નબળો પડી ગયો છે કારણ કે તેમની વચ્ચે ઝઘડો છે. તેમણે કહ્યું કે આ પહેલા ક્યારેય કોઈ અરજદારની આ રીતે ધરપકડ કરવામાં આવી નથી.

Pak Qureshi પાકમાં ઇમરાનના સહયોગી ફવાદ ચૌધરી અને શાહ મેહમૂદ કુરેશીની ધરપકડ

તેણે વધુમાં કહ્યું કે ઈસ્લામાબાદ હાઈકોર્ટે એક દિવસ પહેલા જ તેના આગોતરા જામીન મંજૂર કર્યા હતા, જે તેણે પોલીસને બતાવ્યા હતા. ફવાદ ચૌધરીની ધરપકડ પહેલા, આતંકવાદ વિરોધી દળ (ATS) એ પીટીઆઈના જનરલ સેક્રેટરી અસદ ઉમરની ઈસ્લામાબાદ હાઈકોર્ટ પરિસરમાંથી ધરપકડ કરી હતી.

અમેરિકામાં પીટીઆઈ સમર્થકોનો વિરોધ
પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડના વિરોધમાં પીટીઆઈના કાર્યકરો વોશિંગ્ટનમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ‘ઈમરાન ખાનને મુક્ત કરો’ના નારા લગાવવામાં આવ્યા હતા. અગાઉ કેનેડા અને લંડનથી પણ પ્રદર્શનોની તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા.

પીટીઆઈના સમર્થકોએ પીએમના આવાસ પર હુમલો કર્યો
ઇમરાન ખાનના સમર્થકોએ બુધવારે લાહોરમાં વડા પ્રધાન શહેબાઝ શરીફના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પીટીઆઈ સાથે જોડાયેલા 500થી વધુ બદમાશો બુધવારે વહેલી સવારે મોડલ ટાઉન લાહોરમાં વડા પ્રધાનના આવાસ પર પહોંચ્યા હતા અને ત્યાં પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી અને પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા.

 

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટ-મહારાષ્ટ્ર રાજકારણ/ આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો નક્કી કરશે મહારાષ્ટ્રના રાજકારણની દિશા

આ પણ વાંચોઃ કર્ણાટક ચૂંટણી-એક્ઝિટ પોલ્સ/ કર્ણાટક એક્ઝિટ પોલ્સ: કોંગ્રેસને ફાયદો, પરંતુ ત્રિશંકુ ચુકાદો પણ શક્ય

આ પણ વાંચોઃ હુમલો/ પાકમાં તોફાનીઓએ શાહબાઝ શરીફનું ઘર પણ ન છોડતા હુમલો કર્યો