હનિફા સ્કૂલ/ આણંદ : બોરસદની હનિફા સ્કુલ આવી વિવાદમાં, શિક્ષકો ટોર્ચર કરતા હોવાની ઉઠી ફરિયાદ

હનિફા શાળાના શિક્ષકો દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાનું સામે આવ્યું હતું. શિક્ષકોના ટોર્ચરીંગથી વિદ્યાર્થી આપઘાત કરશ તેવો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો.

Top Stories Gujarat Others
મૃત્યુદરમાં થશે ઘટાડો 51 આણંદ : બોરસદની હનિફા સ્કુલ આવી વિવાદમાં, શિક્ષકો ટોર્ચર કરતા હોવાની ઉઠી ફરિયાદ

આણંદમાં બોરસદની હનિફા શાળા વિવાદમાં જોવા મળી. આ શાળાના શિક્ષકો વિદ્યાર્થીને માનસિક ટોર્ચર કરતા હોવાની ફરિયાદ ઉઠી. શાળાના શિક્ષકો હોસ્ટેલના વિદ્યાર્થીના ટોર્ચર કરતા અનિચ્છનીય પગલું ભરે તેવી આશંકાએ શાળાના શિક્ષકો વિરુદ્ધ ઉચ્ચ સ્તરે ફરીયાદ કરવામાં આવી.

હનિફા શાળાના શિક્ષકો દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાનું સામે આવ્યું હતું. શિક્ષકોના ટોર્ચરીંગથી વિદ્યાર્થી આપઘાત કરશ તેવો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. જો કે કેટલાક વિદ્યાર્થીઓએ તો ડરના માર્યા હોસ્ટેલ પણ છોડી દીધી હોવાનું જણાવ્યું. શિક્ષકોની ગેરવર્તણૂંકને લઈને વાલીઓએ શાળા સંચાલકોને ફરિયાદ કરી. છતાં મેનેજમેન્ટ દ્વારા આંખ આડા કાન કરી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. એક વિદ્યાર્થીની માતાએ શિક્ષકો વિરુદ્ધ ડીઇઓને લેખીત ફરીયાદ કરી.

આણંદમાં એકબાજુ એક શિક્ષક છેલ્લા 20 વર્ષથી સ્લમ વિસ્તારના ગરીબ બાળકોને વિવિધ ભાષાઓ શીખવાડવાનું કાર્ય કરે છે. શિક્ષકો બાળકોના ભવિષ્યનું ઘડતર કરવા સાથે દેશના ભાવિ નાગરિકનું પણ ઘડતર કરે છે. જ્યારે આજના શિક્ષકો ‘ગુરુ’ના નામને લાંછન લગાડી રહ્યા છે. તાજેતરમાં એક કરાટે શિક્ષક પોતાના મોબાઈલમાં વિદ્યાર્થીનીને ન્યુડ વીડિયો બતાવવાની ઘટના સામે આવી. છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે દુષ્કર્મ તેમજ ગેરવર્તૂણંક કરવાના કિસ્સા વધ્યા છે. આણંદની હનિફા શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ટોર્ચર કરાતા હોવાની ઘટના સામે આવતા સમગ્ર મામલાની તપાસની માંગ ઉઠી છે.