Not Set/ ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે હવે RTO નાં નહી ખાવા પડે ધક્કા, જનતાને મળ્યો વિકલ્પ

ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે હવે સામાન્ય નાગરિકોને એક અન્ય વિકલ્પ મળી ગયો છે. જેના મારફતે તેઓ લાયસન્સ સરળતાથી અને જલ્દી કઢાવી શકશે. 

Top Stories Gujarat Others
11 262 ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે હવે RTO નાં નહી ખાવા પડે ધક્કા, જનતાને મળ્યો વિકલ્પ
  • ગુજરાતમાં ડ્રાઇવિંગ સ્કુલ હવે લાયસન્સ આપી શકશે
  • વાહનમાલિકોને મળી શકે આરટીઓ ઝંઝટમાંથી મુક્તિ
  • આરટીઓનું ભારણ ઘટાડવા કેન્દ્રના નિર્ણયનો અમલ
  • ડ્રાઇવિંગસ્કુલો માટે લાગુ કરાયેલી શરતનો અમલ અઘરો
  • સ્કુલ ધરાવનારા પાસે 2 એકર જમીન હોવી જોઇએ
  • 2 ટેકનીકલ રૂમ હોવા જોઇએ
  • ટ્રેનરને 5 વર્ષનો અનુભવ હોવો જોઇએ
  • શરતનો અમલ કરવા સ્કુલ સંચાલકો માટે મુશ્કેલ

ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે હવે સામાન્ય નાગરિકોને એક અન્ય વિકલ્પ મળી ગયો છે. જે મારફતે તેઓ લાયસન્સ સરળતાથી અને જલ્દી કઢાવી શકશે. જી હા, હવે લાયસન્સ માટે તમારે RTO નાં ધક્કા ખાવાની જરૂર નથી.

આગમાં ખાક / ઇરાકમાં કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, મોટી સંખ્યામાં લોકોનાં મોત

આપને જણાવી દઇએ કે, ગુજરાતની જનતા માટે હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું સહેલુ રહેશે. કારણ કે, આરટીઓ ઉપરાંત રાજ્યની ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો પણ વાહનચાલકોને લાયસન્સ આપી શકશે. આ નિર્ણય બાદ વાહન માલિકોને RTO નાં ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. આ નિર્ણય કરવા પાછળનો ઉદ્દેશ RTO નું ભારણ ઓછુ કરવાનો છે. અહી કેન્દ્રનાં નિર્ણયનો અમલ કરવામાં આવ્યો છે. આ સ્કૂલમાંથી તાલીમ મેળવનારા વાહનચાલકોને આરટીઓ દ્વારા આયોજીત ટેસ્ટમાં સામેલ થવાની જરૂર રહશે નહીં. જે વાહનમાલિકો માટે એક ખુશીનાં સમાચાર છે. જણાવી દઇએ કે, રાજ્યનાં વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણયની જાહેરાત તો કરી દીધી છે પરંતુ તેમાં જે શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે શરતો ભાગ્યે જ કોઇ ડ્રાઇવિંગ સ્કૂલ પાળી શકે તેમ છે, તેથી આ નિર્ણયનો અમલ થવો થોડો કઠીન લાગી રહ્યો છે.

રાજકારણ / મોંઘવારી પર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકારનાં કાન પકડ્યા

તમને વિચાર આવતો હશે કે આ નિર્ણયનો અમલ કેવી રીતે કઠીન છે? તો અમે તમને જણાવી દઇએ કે, કેન્દ્રનાં આદેશને પગલે રાજય સરકારે જણાવ્યું છે કે, ગાઈડલાઈન પ્રમાણે માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ સ્કુલો પાસે પોતાની 2 એકર જમીન અને ટ્રેનીંગ માટેની ઈન્સ્ટીટયુટ હોવી જોઈએ. ડ્રાઈવીંગ સ્કુલ ત્યારે જ પ્રમાણપત્ર આપી શકશે જયારે તાલીમ મેળવનાર વ્યક્તિએ 70 ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોય. આ પ્રમાણપત્રનાં આધારે RTO દ્વારા ઉમેદવારની એકપણ પ્રકારની ટેસ્ટ લીધા વિના અધિકારીઓ દ્વારા લાયસન્સ ઈસ્યુ કરી આપવામાં આવશે. વળી આ ટ્રેનરને 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઉપરાંત ડ્રાઈવિંગ સ્કુલ ત્યારે જ પ્રમાણપત્ર આપી શકશે જયારે તાલીમ મેળવનાર વ્યક્તિએ 70 ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય. RTO સંસ્થા દ્વારા અપાયેલા પ્રમાણપત્રનાં આધારે જ ડ્રાઈવિંગ લાયસન્સ આપવામાં આવશે. તેમ છતાં સંસ્થાને ઉમેદવારનો રેકોર્ડ રાખવામાં આવશે જેને જરૂર પડે ત્યારે RTO ઈન્સ્પેકટર દ્વારા તપાસવામાં આવી શકે છે. જો કે, હાલ જે ડ્રાઈવિંગ સ્કુલમાંથી તાલીમાર્થીઓએ તાલીમ લીધી છે તેઓને આરટીઓ ખાતે ડ્રાઈવીંગ ટેસ્ટ આપવી પડશે. આરટીઓ અધિકારીએ જણાવ્યું કે, આ નવા નિયમોનાં કારણે હાલ જે સ્કુલ ચાલુ છે તે બંધ કરવામાં નહીં આવે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…