Political/ CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના, PM સાથે કરશે શુભેચ્છા મુલાકાત

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે CM બન્યા બાદ તેમની પ્રથમ દિલ્હીની મુલાકાતે જઇ રહ્યા છે. તેમની સાથે કે.કૈલાશનાથન પણ દિલ્હી જવા રવાના થયા છે.

Top Stories Gujarat Others
11 82 CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના, PM સાથે કરશે શુભેચ્છા મુલાકાત
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના
  • દિલ્હી ખાતે કરશે શુભેચ્છા મુલાકાત
  • PM નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરશે મુલાકાત
  • રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય અધ્યક્ષને મળશે
  • મોવડીમંડળ સાથે કરશે શુભેચ્છા મુલાકાત
  • CMના ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી પણ હાજર
  • કે. કૈલાશનાથન CM સાથે દિલ્હી જવા રવાના

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે CM બન્યા બાદ તેમની પ્રથમ દિલ્હીની મુલાકાતે જઇ રહ્યા છે. તેમની સાથે કે.કૈલાશનાથન પણ દિલ્હી જવા રવાના થયા છે. જ્યા તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે. વળી તેઓ મોડી સાંજે અમદાવાદ પરત ફરશે.

આ પણ વાંચો – મુલાકાત કે બીજું કઈ? / સાબરમતી જેલમાં હાઇપ્રોફાઇલ ગુનેગાર અતિક અહમદ સાથે ઓવૈશીની મુલાકાત કેટલી વ્યાજબી ?

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ ભૂપેન્દ્ર પટેલને રાજ્યનાં નવા CM બનાવાયા છે. તેટલુ જ નહી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં જુના મંત્રીમંડળમાંથી આજે એકપણ મંત્રીને રિપિટ કરાયા નથી. આ નો રિપીટ થિયરી બાદ રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવીી ગયો છે. મહત્વનું છે કે, ભૂપેન્દ્ર પટેલની નવા CM તરીકે વરણીથી તેમના સમર્થકો અને કાર્યકરોમાં પણ નવી આશાનો સંચાર થયો છે. જણાવી દઇએ કે, આવતા અઠવાડિયે વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર મળી રહ્યું છે ત્યારે CM ભૂપેન્દ્ર પટેલની PM મોદી અને અમિત શાહ સાથેની આજની મુલાકાત ખાસ હોવાનુ ચર્ચામાં છે. નવી સરકારમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. અને મોટા ભાગનાં બધા જ મંત્રીઓએ પોતાના વિભાગનો પદભાર પણ સંભાળી લીધો છે. જણાવી દઇએ કે, CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે.

આ પણ વાંચો – MI vs CSK / ધોનીનાં ધુરંધરોએ મારી બાજી, MI ને 20 રને હરાવી CSK એ મેળવ્યું પોઇન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન

આપને જણાવી દઇએ કે, આજે બપોરે 4 વાગે CM ભૂપેન્દ્ર પટેલ PM મોદી સાથે મુલાકાત કરશે. PM સાથે મુલાકાત પહેલા સવારનાં 11 વાગે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે. 11:30 કલાકે ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ સાથે શુભેચ્છા મુલાકાત કરશે. CM ભૂપેન્દ્ર પટેલ બપોરે 12 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે. ત્યારબાદ સાંજે 6 વાગે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સાથે શુભેચ્છા મુલાકાત કરી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્લીથી પરત રાત્રે અમદાવાદ આવશે. CM ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાતને રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને રણ દેખવામાં આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…