ગુજરાત/ ભાદરવી પૂનમનાં પર્વ નિમિત્તે અંબાજી ખાતે ભક્તોનું જોવા મળ્યુ ઘોડાપૂર

શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોની સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. અહી દૂર-દૂરથી લોકો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે.

Top Stories Gujarat Others
11 81 ભાદરવી પૂનમનાં પર્વ નિમિત્તે અંબાજી ખાતે ભક્તોનું જોવા મળ્યુ ઘોડાપૂર
  • આજે ભાદરવી પૂનમનો પર્વ
  • શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોની ભીડ
  • દૂર-દૂર થી લોકો પહોંચ્યા અંબાજી
  • મંદિરમાં બોલ માડી અંબે… જય જય અંબેનો નાદ
  • હજારોની સંખ્યામાં માઈ ભક્તો પહોંચ્યા અંબાજી

આજે ભાદરવી પૂનમનો પર્વ છે, જે નિમિત્તે અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભક્તો દૂર દૂરથી આરતીનો લ્હાવો લેવા માટે વહેલી સવારથી જ પહોંચી ગયા છે.

આ પણ વાંચો- ગુજરાત /  દહેગામનાં જવાહર માર્કેટમાં ચોરો ત્રાટક્યા, લાખોનાં માલ-સામાનની કરી ચોરી

આપને જણાવી દઇએ કે, શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોની સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. અહી દૂર-દૂરથી લોકો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. અહી સવારથી જ ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યુ છે. મંદિરમાંં બોલ માડી અંબે …જય જય અંબેનાં નાદ સાંભળવા મળી રહ્યા છે. અહી હજારોની સંખ્યામાં માઇ ભક્તો પહોંચી માતાનાં દર્શન કરવા એકઠા થયા છે. જેમાં માતાજીની મંગળા આરતીમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. તેમજ ભાદરવી પૂનમ નિમિત્તે દર્શનનો વિશેષ મહિમા હોવાના લીધે ભક્તો માં અંબાનાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. જેમાં આજે લાખો ભક્તો અંબાજી મંદિરમાં દર્શન કરવામાં આવશે તેવો અંદાજ છે.

આ પણ વાંચો – Cricket / પ્રવાસ અધવચ્ચે છોડી ગયેલી ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ પર ભડક્યા ઇન્ઝમામ-ઉલ-હક, જાણો શું કહ્યુ

ગુજરાતનાં બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભક્તો માં અંબાનાં દર્શન માટે અંબાજી મંદિર આવતા હોય છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…