ગુજરાત/ ગોંડલ ઔદ્યોગિક વસાહતમાં લોખંડનો ઘોડો વીજ તારને અડી જતા બે શ્રમિકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા

યુવાનની સાથે મજૂરી કામ કરતા શ્રમિકો એ જણાવ્યું હતું કે લક્ષ્મણભાઈ અને મનોજભાઈ દોઢ માસ પહેલાં જ મજુરી કામ માટે બિહારથી ગોંડલ આવ્યા હતા

Gujarat
Untitled 53 2 ગોંડલ ઔદ્યોગિક વસાહતમાં લોખંડનો ઘોડો વીજ તારને અડી જતા બે શ્રમિકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા

ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસી અને તેની પાછળ આવેલ તુલસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થાનિક તેમજ પરપ્રાંતિય શ્રમિકો વ્યાપક પ્રમાણમાં મજૂરીકામ કરી પેટિયું રળતા હોય દરમિયાન દોઢ માસ પહેલાં જ બિહારથી ઘઉંના ગોડાઉનમાં મજૂરી કામ માટે આવેલા બે યુવાનોને વીજ કરંટ લાગતા કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

આ પણ વાંચો:ભીષણ આગ / બિગ બોસના સેટ પર લાગી ભીષણ આગ,ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે

પ્રાપ્ત વિગતો મુજબ તુલસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ હરેશ કુમાર કાંતિલાલ એન્ડ કંપની ના માલિક દિનેશભાઇ કાંતિભાઈ શેઠ ના ઘઉંના ગોડાઉનમાં મજૂરીકામ કરતા લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ સદા ઉંમર વર્ષ ૨૮મૂળ ગામ અહિલવાડા, જિલ્લો દરબંગા,
તેમજ મનોજભાઈ મોતીભાઈ સદા ઉંમર વર્ષ 34 મૂળ ગામ મુસેપુર,તાલુકો : શિન્યા, જિલ્લો : સમસ્તીપુર, ઘઉંના ગોડાઉનમાં કામ કરી લોખંડનો ઘોડો બહાર લાવી રહ્યા હતા ત્યારે ઉપરથી પસાર થતી વીજ લાઈન અને લોખંડનો ઘોડો સ્પર્શી જતા બંને યુવાનોને વીજ કરંટ લાગતા બંનેના કમકમાટીભર્યા મોત નિપજયા હતા બાદમાં એકત્રિત થયેલા લોકોએ બંને યુવાનોના મૃતદેહ ને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝે કર્યો હતો પર્દાફાશ /  મંતવ્ય ન્યુઝના અહેવાલનો પડઘો,ભાજપે જશુ ભીલને કર્યા સસ્પેન્ડ

યુવાનની સાથે મજૂરી કામ કરતા શ્રમિકો એ જણાવ્યું હતું કે લક્ષ્મણભાઈ અને મનોજભાઈ દોઢ માસ પહેલાં જ મજુરી કામ માટે બિહારથી ગોંડલ આવ્યા હતા લક્ષ્મણ ભાઈ ને એક સંતાન છે જ્યારે મનોજભાઇને ચાર સંતાન હોય અચાનક જ યુવાનોના મોતથી નાના નાના ભૂલકાઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. બનાવના પગલે શ્રમિકોમાં ફેલાયો હતો.