ગાંધીનગર/ આ નેતાઓને મંત્રી બનાવવા માટે આવવા લાગ્યા ફોન

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં શપથ ગ્રહણ બાદ હવે કેબિનેટમાં ફેરબદલ થવાનું નક્કી કહેવાઇ રહ્યુ છે.

Top Stories Gujarat Others
11 74 આ નેતાઓને મંત્રી બનાવવા માટે આવવા લાગ્યા ફોન

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં શપથ ગ્રહણ બાદ હવે કેબિનેટમાં ફેરબદલ થવાનું નક્કી કહેવાઇ રહ્યુ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર કરવા માંગે છે. આજે એટલે કે ગુરુવારે 27 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લઈ શકે છે. બુધવારે જ શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો હતો. પરંતુ સમગ્ર મંત્રીમંડળમાં ફેરફારને લઈને ભાજપમાં આંતરિક વિખવાદ વધી ગયો છે.

આ પણ વાંચો – Political / ગુજરાતની નવી સરકારમાં 20 થી 22 મંત્રી લેશે શપથ?

સુત્રોનાં જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈચ્છે છે કે, તેમના મંત્રીમંડળમાં એક કે બે ચહેરા સિવાય તમામ નવા ચહેરાઓ હોવા જોઈએ. જો કે આ અંગે આક્રોશ શરૂ થઇ ગયો છે. નવા CM ભૂપેન્દ્ર પટેલ લગભગ 90 ટકા મંત્રીઓને બદલવા માંગતા હતા. આવી સ્થિતિમાં, ફક્ત 2-3 ચહેરા જ પુનરાવર્તિત થશે, એટલે કે જેમને ફરીથી મંત્રી બનાવવામાં આવશે. જો માહિતી પર વિશ્વાસ કરવામાં આવે તો, ભાજપનાં કેટલાક ધારાસભ્યો મંત્રીનાં પદ પરથી બહાર ફેંકાઈ જવાના ડર વચ્ચે પૂર્વ CM વિજય રૂપાણીનાં ઘરે પણ મળ્યા હતા.

કોને કોને મંત્રી બનાવવા માટે આવ્યા ફોન

  • ધારાસભ્ય કુંબેરસિંહ ડિંડોરને મંત્રી બનવાનો આવ્યો ફોન
    સંતરામપુરના ધારાસભ્ય છે કુબેરસિંહ ડિંડોર
  • ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને મંત્રી બનવાનો આવ્યો ફોન
    મહેમદાવાદના ધારાસભ્ય છે અર્જુનસિંહ ચૌહાણ
  • ધારાસભ્ય રાઘવજી પટેલને મંત્રી બનવાનો આવ્યો ફોન
    જામનગર ગ્રામ્યના ધારાસભ્ય છે રાઘવજી પટેલ
  • ધારાસભ્ય નિમિષા સુથારને મંત્રી બનવાનો આવ્યો ફોન
    મોરવાહડફના ધારાસભ્ય છે નિમિષા સુથાર
  • ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને મંત્રી બનવાનો આવ્યો ફોન
    પ્રાંતિજના ધારાસભ્ય છે ગજેન્દ્રસિંહ પરમાર
  • ધારાસભ્ય મનીષા વકીલને મંત્રી બનવાનો આવ્યો ફોન
    વડોદરા શહેરના ધારાસભ્ય છે મનીષા વકીલ
  • ધારાસભ્ય જે.વી.કાકડીયાને મંત્રી બનવાનો આવ્યો ફોન
    ધારીના ધારાસભ્ય છે જે.વી.કાકડીયા
  • દેવાભાઇ માલમને મંત્રી બનવાનો આવ્યો ફોન
    કેશોદના ધારાસભ્ય છે દેવાભાઇ માલમ
  • ધારાસભ્ય દુષ્યંત પટેલને મંત્રી બનવાનો આવ્યો ફોન
    ભરૂચના ધારાસભ્ય છે દુષ્યંત પટેલ
  • ધારાસભ્ય રાઘવભાઇ મકવાણાને મંત્રી બનવાનો આવ્યો ફોન
    મહુવા(ભાવનગર) ના ધારાસભ્ય છે રાઘવભાઇ મકવાણા
  • ધારાસભ્ય ઋષિકેશ પટેલને મંત્રી બનવાનો આવ્યો ફોન
    વિસનગરના ધારાસભ્ય છે ઋષિકેશ પટેલ
  • ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાને મંત્રી બનવાનો આવ્યો ફોન
    કાંકરેજના ધારાસભ્ય છે કિર્તીસિંહ વાઘેલા
  • ધારાસભ્ય જગદીશ પંચાલને મંત્રી બનવાનો આવ્યો ફોન
    અમદાવાદ નિકોલના ધારાસભ્ય છે જગદીશ પટેલ
  • ધારાસભ્ય શશિકાંત પંડ્યાને મંત્રી બનવાનો આવ્યો ફોન
    ડીસાના ધારાસભ્ય છે શશિકાંત પંડ્યા
  • ધારાસભ્ય જીતુ વાઘાણીને મંત્રી બનવાનો આવ્યો ફોન
    ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે જીતુ વાઘાણી
  • ધારાસભ્ય નરેશ પટેલને મંત્રી બનવાનો આવ્યો ફોન
    ગણદેવીના ધારાસભ્ય છે નરેશ પટેલ
  • ધારાસભ્ય મુકેશ પટેલને મંત્રી બનવાનો આવ્યો ફોન
    ઓલપાડના ધારાસભ્ય છે મુકેશ પટેલ
  • ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મંત્રી બનવાનો આવ્યો ફોન
    રાજકોટના ધારાસભ્ય છે અરવિંદ રૈયાણી
  • ધારાસભ્ય બ્રજેશ મેરજાને મંત્રી બનવાનો આવ્યો ફોન
    મોરબીના ધારાસભ્ય છે બ્રજેશ મેરજા
  • ધારાસભ્ય હર્ષ સંઘવીને મંત્રી બનવાનો આવ્યો ફોન
    મજુરાના ધારાસભ્ય છે હર્ષ સંઘવી
  • કિરીટસિંહ રાણાને મંત્રી બનવાનો આવ્યો ફોન
    લિંબડીના ધારાસભ્ય છે કિરીટસિંહ રાણા
  • ધારાસભ્ય નરેશ પટેલને આવ્યો ફોન
    ગણદેવીના ધારાસભ્ય છે નરેશ પટેલ

આપને જણાવી દઇએ કે, ધારાસભ્યોને ફોન આવવાનું શરૂ થઇ ગયુ છે. સુત્રો કહી રહ્યા છે કે, જે નંતાઓને મંત્રી બનવાના છે તેમને જ ફોન આવવાના શરૂ થયા છે. ગુજરાતમાં નવા મંત્રીમંડળ અંગે ગુજરાત રાજ્યનાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક ચાલુ છે. પાર્ટી તેના નિર્ણય પર મક્કમ છે કે આગામી કેબિનેટમાં તમામ નવા અને સમાજનાં તમામ ચહેરાઓને તક આપવામાં આવશે. જેના કારણે જૂના મંત્રીઓમાં નારાજગી જોવા મળી રહી છે. રાજકોટ અને પાટણ જેવા સ્થળોએથી પણ સમર્થકોની નારાજગી સામે આવી છે.