ભરૂચ/ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૭૧ મી વર્ષગાંઠ નિમિત્તે ભરૂચ થી ૭૧ યુવાનો દ્વારા રન ફોર યુનિટી ને અનુલક્ષીને “NAMO THON” યોજાઈ

ભરૂચ ભાજપા ના જિલ્લા પ્રભારી જનકભાઈ બગદાણા એ યુવાનોને લીલી ઝંડી બતાવી “NAMO THON” ને પ્રસ્થાન કરાવ્યું હતું.

Gujarat Others
Untitled 179 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૭૧ મી વર્ષગાંઠ નિમિત્તે ભરૂચ થી ૭૧ યુવાનો દ્વારા રન ફોર યુનિટી ને અનુલક્ષીને "NAMO THON" યોજાઈ

દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર ભાઈ મોદી ની ૭૧ મી વર્ષગાંઠ સંદર્ભે ભરૂચના રેલવે સ્ટેશન ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પૂતળા ના સાનિધ્યમાંથી આજરોજ “NAMO THON” નું આયોજન ભરૂચ જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાની ભરૂચ રનર્સ કલબ તેમજ હરક્યુલસ જીમના 71 યુવાનો એ આ રન ફોર યુનિટીના કાર્યક્રમ હેઠળ ભાગ લીધો. ભરૂચ થી નીકળી આ 71 દોડવીરો કેવડિયા માં આવેલ એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલ ના પ્રતીક વિશ્વના સૌથી ઉંચા એવા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સુધી દોડીને તારીખ ૧૭મીના રોજ પહોંચી પ્રધાનમંત્રીના જન્મદિવસ ની ભેટ અર્પણ કરશે.

આ પ્રસંગે ભરૂચ ભાજપા ના જિલ્લા પ્રભારી જનકભાઈ બગદાણા એ યુવાનોને લીલી ઝંડી બતાવી “NAMO THON” ને પ્રસ્થાન કરાવ્યું હતું. મેરેથોન ને પ્રસ્થાન કરાવતા પૂર્વે ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જીલ્લા પંચાયત ના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ અમીતભાઈ ચાવડા, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ, નીરલભાઈ પટેલ, જીગ્નેશભાઈ મિસ્ત્રી, મંત્રી નિશાંતભાઈ મોદી, સામાજીક આગેવાન ધનજીભાઈ પરમાર સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી બાબાસાહેબ આંબેડકરના પૂતળાની ફુલહાર વિધી કર્યા બાદ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારા સાથે યુવાનોને પ્રસ્થાન કરાવ્યું હતું

આજે સવારે નીકળેલ 71 યુવાનોનું ઝઘડિયા ખાતે ભવ્ય સ્વાગત કરાયું ત્યારબાદ ઉમલ્લા ખાતે મધ્યાન ભોજન લઇ અને નર્મદા જિલ્લાના ધારીખેડા સુગર ખાતે રાત્રી રોકાણ કરશે, અને ત્યાંથી તારીખ ૧૭મીના રોજ વહેલી સવારે નીકળી હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન કરી અને “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જવા રવાના થશે. જ્યાં તેઓની “રન ફોર યુનિટી” ને અનુલક્ષીને નીકળેલ “NAMO THON” ની પુર્ણાહુતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરી થશે.