Gujarat Rains/ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મહીસાગરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં વરસાદે ચાર રાઉન્ડમાં જળબંબાકારની સ્થિતિ કરી નાંખી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહીસાગરના લુણાવાડામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.

Top Stories Gujarat
Ahmedabad rain 2 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મહીસાગરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદે ચાર રાઉન્ડમાં જળબંબાકારની સ્થિતિ કરી નાંખી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહીસાગરના લુણાવાડામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. નદી નાળામાં નવા નીરની આવક થવા પામી છે અને જળાશયો પણ છલકાઈ ગયાં છે. રાજ્યમાં છેલ્લા 24 તાલુકામાં 128 તાલુકામાં વરસાદ પડ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદમાં જોઈએ તો બનાસકાંઠાના દાંતામાં પોણા બે ઇંચ, અમીરગઢમાં દોઢ ઇંચ, આણંદના આંકલાવમાં સવા ઇંચ વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના પોશીનામાં સવા ઇંચ, મહીસાગરના સંતરામપુરમાં સવા ઇંચ, ડાંગના સુબિરમાં એક ઇંચ, ખેડાના નડિયાદ અને ડાંગના આહવામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.
વલસાડના કપરાડામાં એક ઇંચ, ધરમપુર, મેંદરડા, ચીખલીમાં પોણો ઇંચ, ભાભર,દેવગઢબારીયા, વલસાડમાં અડધો ઈંચ, ગરબાડા, દાહોદ, નવસારી, ડોલવણમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. આમ છતાં જો કે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલ ગુજરાત રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં સીઝનનો 78 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદના કેટલાક રાઉન્ડ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જોકે ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે. આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટછવાયો અથવા હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ AMTS-BRTS/AMTS અને BRTS માટે એક ટિકિટ અમલી બનાવવા તંત્રનું આયોજન

આ પણ વાંચોઃ ST Bus Accident/રાજકોટઃ ગોંડલ પાંજરાપોળ પાસે એસટી બસે વૃદ્ધને લીધા હડફેટે

આ પણ વાંચોઃ કમર તોડતા રસ્તાઓ/બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ, વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે અરસ

આ પણ વાંચોઃ પંચમહાલ/ઉજડા ગામે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ”માટી મેટલના રસ્તાઓનાં કામો માંટે લાખો રૂપિયા ઉઠાવ્યા”

આ પણ વાંચોઃ Lovemarriage-CM/લવમેરેજમાં માબાપની સંમતિનો કાયદો લાવવાના સંકેત આપતા સીએમ ભુપેન્દ્ર પટેલ