Winter/ દિલ્હીમાં 71 વર્ષ બાદ સૌથી ઠંડો રહ્યો નવેમ્બર, પારો 8 મી વખત 10 ડિગ્રી નીચે

છેલ્લા દાયકાથી ઠંડી દેશભરમાં કેટલાક શહેરોમાં માઝા મૂકી રહી છે, દેશની રાજધાની દિલ્હી સહિત દેશનાં ઉત્તરભાગમાં આવેલા શહેરોમાં બરફવર્ષા તેમજ ઠંડીનાં મોઝાઓનાં કારણે ઠંડીએ રેકોર્ડ તોડ્યો હોવાનુ જોવા મળી રહ્યુ છે. પરંતુ આ વર્ષે દિલ્હીમાં 71 વર્ષ બાદ નવેમ્બર મહિનો સૌથી ઠંડો રહ્યો હોવાનો હવામાન વિભાગ દ્વારા નોંધવામાં આવ્યુ છે. દેશની રાજધાનીમાં નવેમ્બર મહિનો 71 […]

Top Stories India
Diwali 1 દિલ્હીમાં 71 વર્ષ બાદ સૌથી ઠંડો રહ્યો નવેમ્બર, પારો 8 મી વખત 10 ડિગ્રી નીચે

છેલ્લા દાયકાથી ઠંડી દેશભરમાં કેટલાક શહેરોમાં માઝા મૂકી રહી છે, દેશની રાજધાની દિલ્હી સહિત દેશનાં ઉત્તરભાગમાં આવેલા શહેરોમાં બરફવર્ષા તેમજ ઠંડીનાં મોઝાઓનાં કારણે ઠંડીએ રેકોર્ડ તોડ્યો હોવાનુ જોવા મળી રહ્યુ છે. પરંતુ આ વર્ષે દિલ્હીમાં 71 વર્ષ બાદ નવેમ્બર મહિનો સૌથી ઠંડો રહ્યો હોવાનો હવામાન વિભાગ દ્વારા નોંધવામાં આવ્યુ છે.

દેશની રાજધાનીમાં નવેમ્બર મહિનો 71 વર્ષમાં સૌથી ઠંડો રહ્યો. સરેરાશ લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. આઇએમડી અનુસાર, 1949 નવેમ્બરમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આઇએમડી ડેટા અનુસાર, 1938 નાં નવેમ્બરમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ, 1931 માં 9 ડિગ્રી સેલ્સિયસ અને 1930 માં 8.9 ° સેલ્સિયસ નોંધાયું હતું. સામાન્ય રીતે નવેમ્બરમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 12.9 ° સેલ્સિયસ નોંધવામાં આવે છે. ગયા વર્ષે નવેમ્બરમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 15 ° સેલ્સિયસ, 2018 માં 13.4 ° સેલ્સિયસ, 2017 અને 2016 માં 12.8 ° સેલ્સિયસ હતું.  રાષ્ટ્રીય રાજધાનીની હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ કેટેગરીમાં આવી ગઈ હતી અને તાપમાન અને પવનની ગતિ ધીમી થવાને કારણે તે બગડવાની સંભાવનાઓ છે.

આઇએમડીનાં જણાવ્યા અનુસાર, શહેરની વાયુ ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) 307 નોંધાયું હતું. 24 કલાકની સરેરાશ એક્યુઆઈ રવિવારે 268, શનિવારે 231, શુક્રવારે 137, ગુરુવારે 302 અને બુધવારે એક્યુઆઈ 413 હતું. સોમવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 6.9 ડિગ્રી સેલ્સિયસ હતું. આ મહિનાનો આઠમો દિવસ હતો જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધવામાં આવ્યો હતો.