નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ તેમની પદયાત્રાને મળેલી Rahul Gandhi-Vegetable market સફળતા પછી હવે સતત લોકો વચ્ચે જવાનું શરૂ કર્યુ છે. તેમણે મિકેનિક્સને મળવાનું શરૂ કર્યુ છે અને પોતાની યુ ટ્યુબ ચેનલ સુપર મિકેનિક્સ પર આ મુલાકાતને તેઓ પોસ્ટ કરતા રહે છે.
ખેડૂતો અને કાર મિકેનિક્સને મળ્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંગળવારે (1 ઓગસ્ટ) વહેલી સવારે શાકભાજી વિક્રેતાઓને મળવા આઝાદપુર મંડી પહોંચ્યા હતા. આ દરમિયાન તે શાકભાજી વિક્રેતાઓની સાથે વાત Rahul Gandhi-Vegetable market કરતા જોવા મળ્યા હતા.
રાહુલ ગાંધી શાકભાજી માર્કેટમાં પહોંચતા જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. સમાચાર એજન્સી પીટીઆઈએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. એજન્સીએ થર્ડ પાર્ટી સોર્સના આધારે આ વીડિયો પોસ્ટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી પહેલા હરિયાણા જતા પૂર્વે ખેતરમાં ગયા હતા અને ખેડૂતો સાથે કઈ રીતે ખેતી થાય છે તે જોયું હતું અને પોતે પણ ખેતી કરવાનો લ્હાવો લીધો હતો.
તેની સાથે હરિયાણાની ખેડૂત બહેનોને સોનિયા ગાંધીએ ઘરે Rahul Gandhi-Vegetable market જમવા બોલાવી હતી અને તેમની સાથે સંવાદ કર્યો હતો. તેની સાથે તેમને દિલ્હી ફેરવ્યું હતું. આ બતાવે છે કે રાહુલ ગાંધી સમજી ગયા છે કે રાજકારણમાં જનસંપર્ક વગર ક્યારેય મોટા નેતા થવાતું નથી. લોકોની વચ્ચે રહીને જ લોકોના બની જાય છે. દસ જનપથની ઊંચી દિવાલોની અંદર રહીને ક્યારેય આગેવાન ન થઈ શકાય. જનનાયક બનવું હોય તો જનતાની વચ્ચે રહેવું પડે. આ વાત તે સુપેરે સમજી ચૂક્યા છે. તેની સાથે તે એ પણ સમજ્યા છે કે પ્રાદેશિક નેતાઓને પ્રાદેશિક રાજકારણમાં Rahul Gandhi-Vegetable market તેમને જોઈતું મહત્વ આપવું જ જોઈએ. તેને તેની રીતે રાજકારણ રમવા દેવાની છૂટ આપવી જોઈએ, પોતે ફક્ત તેમા નિરીક્ષક કે સમીક્ષકની ભૂમિકામાં જ રહેવું જોઈએ. કર્ણાટકમાં તેને તેના સારા પરિણામ મળી ચૂક્યા છે. તેથી આગામી સમયમાં તે બીજા રાજ્યોમાં પણ આ રીતે સત્તાનું વિકેન્દ્રીકરણ કરી શકે છે.
આ પણ વાંચોઃ Haryana Riots/ હરિયાણામાં નૂહ બાદ સોહનામાં હિંસા ફાટી નીકળતા હાઈ એલર્ટ, સ્કૂલ-ઈન્ટરનેટ બંધ
આ પણ વાંચોઃ Big Breaking/ST બસના ભાડામાં કરાયો વધારો, હવે પ્રતિ કિલોમીટર હવે ચુક્કવું પડશે આટલું ભાડું, પ્રતિ કિ.મી.ના હિસાબે ભાડામાં વધારો
આ પણ વાંચોઃ Sardar Sarovar Dam/સરદાર સરોવર ડેમે 130 મીટરની સપાટી વટાવી
આ પણ વાંચોઃ રાજકોટ/મારવાડી યુનિવર્સિટીમાં મળેલો છોડ અંગે મોટો ખુલાસો,ગાંજાના હોવાનું FSLના રિપોર્ટમાં સામે આવ્યું
આ પણ વાંચોઃ Ahmedabad/પંજાબના હેડમાસ્ટર્સની IIT અમદાવાદમાં ટ્રેનિંગ, જાણો સરકારના આ પગલા પાછળનું કારણ
