Big Breaking/ ST બસના ભાડામાં કરાયો વધારો, હવે પ્રતિ કિલોમીટર હવે ચુક્કવું પડશે આટલું ભાડું, પ્રતિ કિ.મી.ના હિસાબે ભાડામાં વધારો

ગુજરાત સરકારે ST બસના ભાડામાં 25% વધારો કર્યો; લોકલ બસમાં પ્રતિ કિ,મી. 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયા જ્યારે એક્સપ્રેસ બસમાં પ્રતિ કિ.મી. 68 પૈસાની જગ્યાએ 85 પૈસા કરાયા.     રાજ્યમાં એસ ટી બસના ભાડાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. એસટીમાં મુસાફરી કરતા  મુસાફરોને હવે ભાડા વધારો સહન કરવો પડશે. એસટી નિગમે 2014 […]

Top Stories Gujarat
ST બસના ભાડામાં સરકારે કર્યો વધારો ST બસના ભાડામાં કરાયો વધારો, હવે પ્રતિ કિલોમીટર હવે ચુક્કવું પડશે આટલું ભાડું, પ્રતિ કિ.મી.ના હિસાબે ભાડામાં વધારો

ગુજરાત સરકારે ST બસના ભાડામાં 25% વધારો કર્યો; લોકલ બસમાં પ્રતિ કિ,મી. 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયા જ્યારે એક્સપ્રેસ બસમાં પ્રતિ કિ.મી. 68 પૈસાની જગ્યાએ 85 પૈસા કરાયા.

 

 

રાજ્યમાં એસ ટી બસના ભાડાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. એસટીમાં મુસાફરી કરતા  મુસાફરોને હવે ભાડા વધારો સહન કરવો પડશે. એસટી નિગમે 2014 બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોને મુસાફરી મોંઘી પડશે. સરકારે પરિપત્ર કરીને કહ્યું છે કે, વર્ષ 2014 બાદ વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે જેથી રાજ્યમાં બસની ટિકિટના સરકારે ST બસના ભાડામાં 25%નો વધારો કર્યો છે. એસટી નિગમે નવા ભાડાના દરો પણ જાહેર કર્યાં છે. આપને જણાવી કે, 10 વર્ષ બાદ સરકારે બસના ભાડામાં વધારો ઝીંકયો છે. પ્રતિકિલોમીટરના હિસાબે ભાડામાં વધારો કર્યો છે જેમાં લોકલ, એક્સપ્રેસ તેમજ એસી અને સ્લીપર સહિત તમામમાં વધારો કર્યો છે. જેને લઈને હવે  આગામી દિવસોમાં બસમાં મુસાફરી કરો તો વધારે ટિકિટના પૈસા ચૂકવવાની તૈયારી રાખજો. નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે.  જેઓને રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે.

 

1(18) ST બસના ભાડામાં કરાયો વધારો, હવે પ્રતિ કિલોમીટર હવે ચુક્કવું પડશે આટલું ભાડું, પ્રતિ કિ.મી.ના હિસાબે ભાડામાં વધારો

2(22) ST બસના ભાડામાં કરાયો વધારો, હવે પ્રતિ કિલોમીટર હવે ચુક્કવું પડશે આટલું ભાડું, પ્રતિ કિ.મી.ના હિસાબે ભાડામાં વધારો

3(18) ST બસના ભાડામાં કરાયો વધારો, હવે પ્રતિ કિલોમીટર હવે ચુક્કવું પડશે આટલું ભાડું, પ્રતિ કિ.મી.ના હિસાબે ભાડામાં વધારો

 

આ સાથે જ નિગમે વિભાગમાં વિવિધ 8,841 કર્મચારીઓની ભરતીની પણ જાહેરાત કરી છે.