- આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો
- પેટ્રોલનાં ભાવમાં 29 પૈસાનો વધારો
- તહેવાર ટાણે જનતાને મોંઘવારીનો માર
- પેટ્રોલનો ભાવ 100.33 રૂ.પ્રતિ લિટર
- સાત દિવસમાં રૂ.1.83નો અધધ ભાવવધારો
- ડીઝલનાં ભાવમાં 37 પૈસાનો વધારો
- ડીઝલનો ભાવ 99.28 રૂ.પ્રતિ લિટર
- સાત દિવસમાં રૂ2.43નો અધધ ભાવવધારો
- મોંઘવારીથી કોમનમેનની તૂટી કમર
દેશનાં નાગરિકો માટે મોંઘવારી શબ્દ સાથે જીવવુ હવે જાણે મજબૂરી થઇ ગયુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. જ્યા દેશમાં કોરોનાવાયરસ મહામારીએ તેનો કહેર ઓછો કર્યો ત્યારે બીજી તરફ વધતી મોંઘવારીએ દેશનાં સામાન્ય નાગરિકોની કમર તોડી નાખી છે.
આ પણ વાંચો – ધરતીકંપ / લેહ અને મ્યાનમારમાં અડધી રાત્રે અનુભવાયો ભૂકંપ, લોકોનાં ચહેરા પર જોવા મળ્યો ભય
આજે એવો સમય આવ્યો છે કે, સવારે લોકો ઉઠીને વિચારે છે કે આજે પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટશે, પણ તેનાથી ઉલટુ થતુ જોવા મળે છે. જણાવી દઇએ કે, આજે એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ સતત 8 માં દિવસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કર્યો છે. આજે એટલે કે શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. આ સાથે જ ડીઝલની કિંમતમાં પણ આજે 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. ગુરુવારની વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ વખત પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100 ની નજીક પહોંચી ગયું છે. શુક્રવારે અમદાવાદમાં પેટ્રોલ 100.33 રૂપિયા અને ડીઝલ 99.28 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 4 દિવસ દરમિયાન એક લીટર પેટ્રોલ પર એક રૂપિયાથી વધુનો વધારો થયો છે. IOCL અનુસાર, દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 103.54 રૂપિયા અને ડીઝલ 92.12 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. વળી, મુંબઈમાં પેટ્રોલ 109.54 રૂપિયા અને ડીઝલ 99.92 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ 101.01 રૂપિયા અને ડીઝલ 96.60 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 104.23 રૂપિયા અને ડીઝલ 95.23 રૂપિયા પ્રતિ લીટર છે.
આ પણ વાંચો – OMG! / ટાઇટ જીન્સનાં શોખીનો જોઇ લો આ યુવતીની હાલત, સુંદર દેખાવાનાં ચક્કરમાં થઇ ગઇ હવા ટાઇટ
ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મહાનગરોમાં મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે. જ્યારે દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ-ડીઝલ રાજસ્થાનનાં શ્રી ગંગાનગરમાં છે. આપને જણાવી દઈએ કે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં તફાવત કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા કર અને પરિવહન ખર્ચને કારણે બદલાય છે. ગયા મંગળવારથી પેટ્રોલનાં ભાવ વધવા લાગ્યા છે. બુધવારે અને આ સોમવારે માત્ર બે દિવસ માટે ભાવ સ્થિર હતા. આ સિવાય દરરોજ ભાવમાં વધારો થયો છે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલનાં ભાવ 2.35 રૂપિયા અને ડીઝલ 3.50 રૂપિયા મોંઘુ થયુ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથેે….