SouthGujarat-Rain/ વરસાદ આજે દક્ષિણ ગુજરાતને ધમરોળશેઃ સુરતીઓ સાવધ રહો

વરસાદ આજે દક્ષિણ ગુજરાતને ધમરોળશે તેવી આગાહી કરવામાં આવી છે. તેમાં સુરત, તાપી, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદ રહેશે. તથા ગુરૂવારથી વરસાદનુ જોર ઘટવાની સંભાવના છે.

Top Stories Gujarat
Ahmedabad rain 2 1 વરસાદ આજે દક્ષિણ ગુજરાતને ધમરોળશેઃ સુરતીઓ સાવધ રહો

વરસાદ આજે દક્ષિણ ગુજરાતને ધમરોળશે તેવી આગાહી કરવામાં આવી છે. તેમાં સુરત, તાપી, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદ રહેશે. તથા ગુરૂવારથી વરસાદનુ જોર ઘટવાની સંભાવના છે.

સુરતના ઉમરાપાડામાં બે ક્લાકમાં ચાર ઇચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં હવામાન વિભાગે આજે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તેમજ કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે કચ્છ, સૌરાષ્ટ્ર, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં હજુ વરસાદનો બીજો રાઉન્ડ પુરો થયો નથી ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદના ત્રીજા રાઉન્ડની જાહેરાત કરી છે જેમાં આગામી 15મી જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 15મી જુલાઈથી 23મી જુલાઈ દરમિયાન અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. વરસાદના ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી હતી.

સુરત, જલાલપોર, કુકરમુંડામાં 2.2 ઈંચ વરસાદ સાથે નવસારી, વલસાડ અને ભરુચમાં એક ઈંચ વરસાદ છે. ગુજરાતમાં મંગળવારના સવારે 6 વાગ્યાથી બુધવાર સવારના 6 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ભાવનગરના શિહોર તાલુકામા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 104 તાલુકા પૈકી 27 તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.

સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં 47 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 112 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 36 ટકા જ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાતમાં 34 ટકા જેટલો નોંધાયો છે.

 

આ પણ વાંચોઃ Rajkot-Lovejihad Uturn/ લવજેહાદના કેસમાં યુ ટર્નઃ યુવતીનો માબાપના ત્રાસના લીધે ઘર છોડ્યાનો આક્ષેપ

આ પણ વાંચોઃ Gujarat Heavy Rain/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ પ્રહાર/ પંચાયતની ચૂંટણીમાં TMCએ ભવ્ય વિજય મેળવ્યા બાદ નેતા અભિષેક બેનર્જીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચોઃ Malaysia/ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે મલેશિયામાં HALની પ્રાદેશિક કચેરીનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચોઃ મુલાકાત/ મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ અલ-ઇસાએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત