Rajkot-Lovejihad Uturn/ લવજેહાદના કેસમાં યુ ટર્નઃ યુવતીનો માબાપના ત્રાસના લીધે ઘર છોડ્યાનો આક્ષેપ

રાજકોટમાં લવજેહાદનો કેસ આખો ઉલ્ટો જ જઈ રહ્યો છે. માતાપિતાના આરોપથી વિપરીત યુવતીએ જણાવ્યું હતું કે આ બધા આરોપો ખોટા અને પાયાવિહોણા છે. તેના પછી તે કોર્ટમાં હાજર થઈ હતી અને તેણે વિડીયો દ્વારા પણ કહ્યુ હતુ.

Top Stories Gujarat Rajkot
Rajkot Lovejihad case લવજેહાદના કેસમાં યુ ટર્નઃ યુવતીનો માબાપના ત્રાસના લીધે ઘર છોડ્યાનો આક્ષેપ

રાજકોટ: રાજકોટમાં લવજેહાદનો કેસ Rajkot-Lovejihad આખો ઉલ્ટો જ જઈ રહ્યો છે. માતાપિતાના આરોપથી વિપરીત યુવતીએ જણાવ્યું હતું કે આ બધા આરોપો ખોટા અને પાયાવિહોણા છે. તેના પછી તે કોર્ટમાં હાજર થઈ હતી અને તેણે વિડીયો દ્વારા પણ કહ્યુ હતુ.

યુવતીએ લવજેહાદને આરોપો નકાર્યા
રાજકોટના એક દંપતીએ આક્ષેપ કર્યો હતો કે તેમની દીકરીને 4 વર્ષ પહેલા 17 વર્ષની ઉંમરે મહેબૂબ બુખારી નામના ક્રિકેટ કોચે પ્રેમજાળમાં ફસાવી હતી. 26મી જૂનથી યુવતી ગાયબ થઈ જતા પરિવારે કોલેજ Rajkot-Lovejihad સંચાલકોને સંપર્ક કર્યો હતો, જે બાદ આખો મામલો પોલીસ કમિશનર સુધી પહોંચતા પોલીસે લવ જેહાદના એંગલથી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ ક્રિકેટ કોચિંગ કરતા વિધર્મી યુવકને પકડીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જે બાદ યુવતીએ એક વીડિયો બનાવીને વાઈરલ કર્યો છે, જેમાં તે પોતાના માતા-પિતાએ લગાવેલા તમામ આરોપો ખોટો હોવાનું કહી રહી છે.

માતા-પિતાના ત્રાસના કારણે ઘર છોડ્યું
વીડિયોમાં યુવતી બોલે છે કે 26 જૂનથી હું મારા માતા-પિતાના ત્રાસના કારણે ઘરેથી નીકળી ગઈ છું. હાલ સમાચારમાં જે બધું આવી રહ્યું છે તે બધા આક્ષેપો ખોટા છે. હું અત્યારે મારા અલગ-અલગ મિત્રોના ઘરે રહું છું.મારા પર Rajkot-Lovejihad જે આક્ષેપો છે કે હું ઘરેથી દાગીના લઈને મહેબૂબ બુખારીને આપતી તે તદ્દન પાયાવિહોણું છે. વીડિયોમાં પણ એવું કહ્યું છે કે મારી સાથે ખરાબ કૃત્ય થયું છે, તો મારી સાથે ગેરકૃત્ય થયેલું નથી. આ તદ્દન બધી વસ્તુ ખોટી છે. આ બાદ યુવતી કોર્ટમાં પણ હાજર થઈ હતી, જ્યાં તેણે પોતાના માતા-પિતા પર જ ગંભીર આક્ષેપ કર્યા હતા. મીડિયા સામે યુવતીએ કહ્યું હતું કે, હું મારા મા-બાપના ત્રાસથી 26 તારીખે ઘરેથી નીકળી ગઈ છું. તેઓ મને મારે છે, મારી મરજી વિરુદ્ધ લગ્ન કરાવવાની કોશિષ કરે છે અને નાનપણથી મને ટોર્ચર કરતા આવ્યા છે, માથામાં છરી મારે છે.

આ પણ વાંચોઃ Gujarat Heavy Rain/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ પ્રહાર/ પંચાયતની ચૂંટણીમાં TMCએ ભવ્ય વિજય મેળવ્યા બાદ નેતા અભિષેક બેનર્જીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચોઃ Malaysia/ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે મલેશિયામાં HALની પ્રાદેશિક કચેરીનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચોઃ મુલાકાત/ મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ અલ-ઇસાએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

આ પણ વાંચોઃ Election Result/ પશ્વિમ બંગાળની પંચાયતની ચૂંટણીમાં TMCની સુનામી,બીજા સ્થાન પર ભાજપ