Not Set/ દિવાળી અગાઉ ST નાં ડ્રાઇવર-કંડક્ટરોને સરકારે આપી ભેટ

દિવાળી અગાઉ ST નાં ડ્રાઇવર અને કંડક્ટરોને સરકારે ભેટ રૂપી ગ્રેડ પે માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ ગ્રેડ પે માં વધારો કરવાનો સત્તાવાર ઠરાવ જાહેર કરાયો છે.

Top Stories Gujarat Others
St ડ્રાઇવર અને કંડક્ટરને ગિફ્ટ
  • STના ડ્રાઇવર-કંડક્ટરોને સરકારની ભેટ
  • દિવાળી અગાઉ ST ડ્રાઇવર-કંડક્ટરોને ભેટ
  • ગ્રેડ પે વધારો કરવાનો સત્તાવાર ઠરાવ જાહેર
  • STના ડ્રાઇવર-કંડક્ટરોના ગ્રેડ પે માં વધારો
  • ડ્રાઇવરોને રૂ.1800ના બદલે રૂ.1900 ગ્રેડ પે
  • કંડક્ટરને રૂ.1650ના બદલે રૂ.1800 ગ્રેડ પે
  • 1 નવે.થી આ સુધારો અમલી બનશે
  • કોઇપણ એરિયર કે ઇજાફા ગણવાના રહેશે.

દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, ત્યારે ખાસ કરીને સરકારી કર્મચારીઓ સરકાર તરફથી કોઇને કોઇ ભેટ મળે તેવી આશા રાખતા હોય છે. ત્યારે હવે સરકારે પણ જાણે તેમની આ આશાને પૂરી કરવાનું મન બનાવી લીધુ હોય તેવુ લાગી રહ્યુ છે. જી હા, આ દિવળી અગાઇ ST નાં ડ્રાઇવર-કંડક્ટરોને સરકારે મોટી ભેટ આપી છે.

આ પણ વાંચો – Covid-19 / તહેવારોની સીઝનમાં બેદરકારીથી બચો! વિશ્વનાં અનેક દેશમાં કોરોનાનો ઉથલો

આપને જણાવી દઇએ કે, દિવાળી અગાઉ ST નાં ડ્રાઇવર અને કંડક્ટરોને સરકારે ભેટ રૂપી ગ્રેડ પે માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ ગ્રેડ પે માં વધારો કરવાનો સત્તાવાર ઠરાવ જાહેર કરાયો છે. ડ્રાઇવરોને રૂ. 1800નાં બદલે રૂ.1900 ગ્રેડ પે અે કંડક્ટરનો રૂ.1650નાં બદલે રૂ. 1800 ગ્રેડ પે આપવાનો સત્તાવાર ઠરાવ જાહેર કરાયો છે. આ સુધીરો 1 નવેમ્બરથી અમલી બનશે.  જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલાં આંદોલન સમયે સરકાર સાથે નક્કી થયુ હતું. ડ્રાઈવરને 1800નાં બદલે 1900 જ્યારે કંડકટરને 1650ના બદલે હવેથી 1800 ગ્રેડ પે ગણાશે. 1 નવેમ્બરથી આ સુધારો અમલી બનશે. કોઈ પણ એરીયર કે ઈજાફા ગણવાના રહેશે નહી.