ચેતવણી/ બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ 5G ટેકનોલોજી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા સોશિયલ મીડિયા પર ચાહકોને પર્યાવરણ અંગે ચેતવણી આપતી રહે છે. તે સોશિયલ મીડિયા પર પર્યાવરણ વિશેની પોસ્ટ્સ પણ શેર કરે છે.

Top Stories Entertainment
1 116 બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ 5G ટેકનોલોજી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા સોશિયલ મીડિયા પર ચાહકોને પર્યાવરણ અંગે ચેતવણી આપતી રહે છે. તે સોશિયલ મીડિયા પર પર્યાવરણ વિશેની પોસ્ટ્સ પણ શેર કરે છે. ટૂંક સમયમાં ભારતમાં 5 જી ટેક્નોલોજી લાગુ કરવામાં આવી રહી છે. જેની અસર વાતાવરણની સાથે લોકોનાં સ્વાસ્થ્ય પર પણ પડવાની છે. આવી સ્થિતિમાં જુહીએ 5G લાગતા પહેલા જ તેની સામે કેસ નોંધાવ્યો છે. જેની આજે પ્રથમ સુનાવણી યોજાવાની છે.

1 117 બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ 5G ટેકનોલોજી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

બોલિવૂડ / અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ ને લઇને હવે કરણી સેનાનો વિરોધ, જાણો શું કહ્યુ

ટેલિકમ્યુનિકેશંસ ઉદ્યોગ ભારતમાં 5G ટેક્નોલોજી લાવવાની તૈયારી કરી રહ્યું છે, તેની અસરથી પૃથ્વી પર કોઈ માનવ, પ્રાણીઓ, પક્ષીઓ બચી શકશે નહીં. આજની તુલનામાં આરએફ રેડિયેશન 10 થી 100 ગણો વધશે. આ 5G ટેક્નોલોજીને કારણે પૃથ્વીની ઇકોસિસ્ટમનો મનુષ્ય પર પણ ખરાબ પ્રભાવ પડશે. સ્ટડી અને ક્લિનિકલ પુરાવા મુજબ, ઘણા લોકો આનાથી બીમાર થઈ ગયા છે, ઘણા લોકોને ડીએનએ, સેલ્સ અને અંગતંત્રને નુકસાન થયું છે. જેના કારણે ઘણી મોટી બીમારીઓ થઇ શકે છે.

1 118 બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ 5G ટેકનોલોજી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

જુહી ચાવલાએ કહ્યું- અમે અદ્યતન ટેકનોલોજીનાં વિરોધી નથી. અમને નવીનતમ ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આનંદ આવે છે જે અમને વધુ સારી ટેકનોલોજી આપે છે. વાયરલેસ ક્ષેત્રે પણ. જો કે, અમે તે મુશ્કેલીમાં પણ છીએ કે જ્યારે અમે પોતાની રિસર્ચ અને સ્ટડીની આરએફ રેડિએશન પર વાયરલેસ ગેજેટ અને નેટવર્ક સેલ ટાવરનાં કારણે તો અમને ખબર પડી કે આ રેડિએશન લોકો માટે ઘણો હાનિકારક છે અને તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

સુશાંત સિંહ મર્ડર કેસ / સુશાંત સિંહ કેસમાં તેના ખાસ મિત્ર સિદ્ધાર્થ પિથાનીની ધરપકડ, એનસીબીએ કરી કાર્યવાહી

જુહી ચાવલાનાં પ્રવક્તા દ્વારા શેર કરવામાં આવેલા નિવેદનોનો કેસ દાખલ કરવા અંગે, તેમણે કહ્યું હતું કે, આ કેસ કરવામાં આવ્યો છે જેથી કોર્ટની નજર આ મુદ્દા પર પડી શકે. જેથી તે અમને જણાવી શકે કે 5G ટેકનોલોજી માણસો, જાનવરો અને પક્ષીઓ માટે સલામત છે. તેઓ તેના પર સંશોધન કરાવે અને તે જણાવે કે 5G ટેક્નોલોજી ભારત આવે તે સુરક્ષિત રહેશે કે નહીં. નાગરિકોનાં સ્વાસ્થ્યની કાળજી લેતા, તેમણે આ અંગે પોતાનો નિર્ણય લેવો જોઈએ.

kalmukho str 27 બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ 5G ટેકનોલોજી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ