Gujarat/ મહેસાણામાં નવી નક્કોર સરકારી સાયકલો ભંગારમાં વેચાઇ

મહેસાણામાં નવી નક્કોર સરકારી સાયકલો ભંગારમાં વેચાઈ હોવાનું સામે આવ્યું છે. સરકારી સાયકલો ગરીબ બાળકોને આપવામાં આવે છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 21T160800.464 મહેસાણામાં નવી નક્કોર સરકારી સાયકલો ભંગારમાં વેચાઇ

મહેસાણામાં નવી નક્કોર સરકારી સાયકલો ભંગારમાં વેચાઈ હોવાનું સામે આવ્યું છે. સરકારી સાયકલો ગરીબ બાળકોને આપવામાં આવે છે. શાળા પ્રવેશોત્વસવામાં આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને સરકાર તરફથી શાળા આપવામાં આવે છે. મહત્વનું છે કે સરકાર તરફથી રાજ્યની ગ્રાન્ટ આપવામાં આવેલ શાળાઓના વિદ્યાર્થીને સાયકલ આપવામાં આવે છે.

પ્રાપ્ત સૂત્રો મુજબ ગરીબ વિદ્યાર્થીઓને સહાય કરવા સરકારે વિદ્યાર્થીઓને સાયકલો આપવાની યોજના લાવી હતી. જે અંતર્ગત સરકારે 6000 જેટલી સાયકલોની ખરીદી કરી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 50 થી 1000 સુધીની સાયકલોની ડિલિવરી કરાઈ હતી. પરંતુ ગરીબ વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં પણ ભ્રષ્ટાચાર થયો. અને વિદ્યાર્થીઓ સુધી સાયકલો પંહોચી નહી. કહેવાય છે કે સરકારે એક સાયકલની ખરીદીમાં અંદાજે 2900 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્વસ વખતે બાળકોને સાયકલો આપવામાં આવતી હોય છે. પરંતુ આ સાયકલો વિદ્યાર્થીઓ સુધી ના પંહોચતા મહેસાણાના ભંગારધામમાં પંહોચી ગઈ. અને કરોડો રૂપિયાનો ખર્ચ કરેલ નવી નક્કોર સરકારી સાયકલો ભંગારમાં વેચાઈ. સરકાર ગરીબો, ખેડૂતો અને મહિલાઓ માટે અનેક યોજનાઓ લાવે છે પરંતુ તેમના સુધી કોઈ સુવિધા નથી પંહોચતી. આ છે વિકાસ..


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gandhi Family/આ વખતે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાની પાર્ટી કોંગ્રેસને વોટ નહીં આપી શકશે, જાણો કારણ

આ પણ વાંચો: Breaking News Earthquake/મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભકૂંપથી ધરા ધ્રુજી, 10 સેકન્ડ સુધી અનુભવાયા આંચકા

આ પણ વાંચો: sanjay raut/સંજય રાઉતે પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી, ભાજપે કહ્યું- જનતા જવાબ આપશે