#gujarat/ મહેસાણામાં આખરે સિટીબસ સેવા કરાઈ બંધ, બિલની ચૂકવણી ના થતા કોન્ટ્રાકટરે લીધો નિર્ણય

મહેસાણામાં આખરે સિટીબસ સેવા બંધ કરવામાં આવી. કોન્ટ્રાકટરને બિલની ચૂકવણી ના કરવામાં આવતા આખરે આ સેવા બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 02T134946.715 મહેસાણામાં આખરે સિટીબસ સેવા કરાઈ બંધ, બિલની ચૂકવણી ના થતા કોન્ટ્રાકટરે લીધો નિર્ણય

મહેસાણામાં આખરે સિટીબસ સેવા બંધ કરવામાં આવી. કોન્ટ્રાકટરને બિલની ચૂકવણી ના કરવામાં આવતા આખરે આ સેવા બંધ કરવાનો નિર્ણય કરાયો છે. બસ સેવા બંધ થવાથી શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. સિટીબસ સેવાનો કોન્ટ્રાકટ એક એજન્સીને આપવામાં આવ્યો હતો. પરંતુ નગર પાલિકાએ આ એજન્સીને લાંબા સમયથી બિલની ચૂકવણી કરી નથી. લગભગ 6 મહિનાથી નગરપાલિકા દ્વારા એજન્સી બિલ ચૂકવવામાં આવ્યું નથી. આથી આ મામલે હવે કોન્ટ્રાક્ટરે પણ કડક વલણ અપનાવતા બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો.

જણાવી દઈએ કે અગાઉ બે મહિના પહેલા પણ મહેસાણામાં સિટીબસ સેવા બંધ કરવામાં આવી હતી. એ સમયે એજન્સીને સોંપવામાં આવેલ સિટીબસને સોંપવામાં કામગીરીમાં બસના રૂટની સમસ્યા જોવા મળી હતી. જેના કારણે મુસાફરો પણ રઝળી પડયા હતા. એજન્સીને નગરપાલિકાએ નોટીસ આપતા દંડ ફટકાર્યો હતો. જેના બાદ સેવા કાર્યરત થઈ હતી. ત્યારે હવે થોડા જ સમયમાં ફરી સિટીબસ સેવા બંધ થતા નગરપાલિકા અને એજન્સી વચ્ચે ચાલતો વિખવાદ સામે આવ્યો. બંનેના વિખવાદમાં મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર

આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ

આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?