Vadodara/ રાજ્યમાં કોરોના વચ્ચે હવે બર્ડ ફ્લુની દહેશત, સયાજીબાગ ઝુનું પક્ષીઘર કરાયું બંધ

સમગ્ર દેશમાં કોરોનાકાળમાંથી હજી તો લોકો બહાર આવી શકયા નથી, ત્યાં તો નવા સ્ટ્રેને લોકોનાં ભયમાં વધારો કર્યો અને હજી આટલું ઓછું હોય તેમ બર્ડ ફ્લૂની બુમરાડ સામે આવી છે.

Gujarat Vadodara
vdr રાજ્યમાં કોરોના વચ્ચે હવે બર્ડ ફ્લુની દહેશત, સયાજીબાગ ઝુનું પક્ષીઘર કરાયું બંધ

સમગ્ર દેશમાં કોરોનાકાળમાંથી હજી તો લોકો બહાર આવી શકયા નથી, ત્યાં તો નવા સ્ટ્રેને લોકોનાં ભયમાં વધારો કર્યો અને હજી આટલું ઓછું હોય તેમ બર્ડ ફ્લૂની બુમરાડ સામે આવી છે. ગુજરાત સહિત છ રાજ્યોમાં બર્ડ ફ્લૂનાં કેસો નોંધાતા કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યુ છે. હિમાચલ અને હરિયાણામાં તાજેતરમાં જ મોટી સંખ્યામાં પક્ષીઓનાં મોત માટે બર્ડ ફ્લૂ જવાબદાર હોવાનું કેન્દ્રએ સ્વીકાર્યુ છે. તો ગુજરાતનાં અનેક શહેરોમાં ટપોટપ પક્ષીઓ મરી રહ્યાનું નોંધવામાં આવી રહ્યું છે. પક્ષીમાં પણ ખાસ કરીને કાગળાનાં ટેપોટપ મરવાથી તંત્ર સહિત સામાન્ય માણસો પણ ચિંતાતુર જોવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં કોરોના વચ્ચે હવે બર્ડ ફ્લુની દહેશત હોવાના કારણે રાજ્યનાં તમામ ઝુમાં પક્ષી ઘર બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ગુજરાતમાં વડોદરાનાં સયાજીબાગ ઝુનું પક્ષીઘર બંધ કરાયું છે. પ્રવાસીઓ માટે પક્ષીઘર બંધ કરવાનો નિર્ણય જાહેર કરી સરકારે બર્ડ ફ્લુને ડામવા માટે આ ત્વરીતનું પગલું ઉપાડ્યું હોવાનું સામે આવી રહ્યું છે. સાથે સાથે બહારથી આવતાં પક્ષીઓ પર તંત્રની ચાંપતી નજર પણ છે. બર્ડ ફ્લુને અટકાવવા તંત્ર દ્વારા તકેદારી લેવાઇ રહી છે

જુઓ સંપૂર્ણ વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ પણ  – Vadodara: સયાજીબાગ ઝુનું પક્ષીઘર બંધ કરાયું | Zoo |

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…