Not Set/ મોદી સરકાર સોશિયલ મીડિયા અને ઈ-મેઈલ પર રાખશે નજર: બનાવાઈ રહી છે ટીમ

મોદી સરકાર એક એવી કંપનીની ખોજમાં છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતી સામગ્રીઓ પર નજર રાખી શકે, તેનું વિશ્લેષણ કરે, દેશ વિરોધી દુષ્પ્રચાર રોકવામાં મદદ કરે અને દેશમાં રાષ્ટ્રીયતાની ભાવનાનું વિસ્તરણ કરી શકે. આંતરાષ્ટ્રીય મીડિયા બ્લુમબર્ગની ખાબ્બર મુજબ સુચના અને પ્રસારણ મંત્રાલયે એક ઓનલાઈન ટેન્ડર દ્વારા આવી કંપનીઓ પાસેથી આવેદન માંગ્યું છે. કંપની એવી […]

Top Stories
social media track web મોદી સરકાર સોશિયલ મીડિયા અને ઈ-મેઈલ પર રાખશે નજર: બનાવાઈ રહી છે ટીમ

મોદી સરકાર એક એવી કંપનીની ખોજમાં છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતી સામગ્રીઓ પર નજર રાખી શકે, તેનું વિશ્લેષણ કરે, દેશ વિરોધી દુષ્પ્રચાર રોકવામાં મદદ કરે અને દેશમાં રાષ્ટ્રીયતાની ભાવનાનું વિસ્તરણ કરી શકે.

આંતરાષ્ટ્રીય મીડિયા બ્લુમબર્ગની ખાબ્બર મુજબ સુચના અને પ્રસારણ મંત્રાલયે એક ઓનલાઈન ટેન્ડર દ્વારા આવી કંપનીઓ પાસેથી આવેદન માંગ્યું છે. કંપની એવી હોવી જોઈએ કે જે સોશિયલ મીડિયામાં નજર રાખવા માટે એક સોફ્ટવેર સાથે લગભગ ૨૦ લોકોની ટીમ સરકારને એક રીયલ ટાઇમ ન્યુ મિડિયા કમાંડ રૂમની સુવિધા આપી શકે.

તમામ ઈન્ટરનેટ ફોરમ અને ઈ-મેઈલ પ્લેટફોર્મ્સનું મોનીટરીંગ

મંત્રાલયના વિજ્ઞાપન મુજબ ઉક્ત કંપનીએ ટ્વીટર, યુટ્યુબ, લિન્કડઇન સહીત તમામ ઈન્ટરનેટ ફોરમ અને ઈ-મેઈલ પ્લેટફોર્મ્સનું મોનીટરીંગ કરીને સંવેદનશીલ પોસ્ટની ઓળખાણ કરવાની રહેશે. આ સાથે જ કંપનીએ ફેક ન્યુઝની ઓળખાણ કરીને કેન્દ્ર સરકારના નામે પોસ્ટ અને મેસેજ પ્રસારિત કરવા રહેશે. કેન્દ્ર સરકારનો દાવો છે કે તેઓ સંવેદનશીલ અને ફેક કન્ટેન્ટને રોકવાની સાથે એવી પોસ્ટ પ્રસારિત કરાવશે જેનાથી દેશની એક સારી તસ્વીર બનવવામાં મદદ મળે.

મહત્વનું છે કે ૪ વર્ષ દરમિયાન મોદી સરકારના કાર્યકાળમાં પીએમઓ સહીત બધા મંત્રાલય અને કેબીનેટ મંત્રીઓ સોશિયલ મિડિયા પર એક્ટીવ જોવા મળે છે.મોટા ભાગના મંત્રીઓ એમની નવી નીતિઓનો પ્રચાર કરવા અને નાગરીકોથી સીધો સંવાદ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

સોફટવેર અને પ્રોફેશનલ્સની ટીમનો ઉપયોગ

કેન્દ્ર સરકારનું આ નવું વિજ્ઞાપન સાફ જાહેર કરે છે કે મોદી સરકાર દેશની સારી તસવીરનું નિર્માણ કરવા માટે એક તાકાતવાળું સોફટવેર અને પ્રોફેશનલ્સની ટીમનો ઉપયોગ કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની દલીલ છે કે ૨૦૧૯ની લોકસભા ચુંટણી અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચુંટણી પહેલા દેશમાં રાષ્ટ્રીયતાની ભાવના પ્રસારિત કરીને દેશની સકારાત્મક તસ્વીરનો પ્રચાર કરવા માંગે છે.

ઓક્ષફર્ડ યુનીવર્સીટીના પ્રોફેસર નિકિતા સુદે બ્લુમબર્ગને જણાવ્યું કે મોદી સરકારની આ પહેલથી એક વસ્તુ સાફ છે કે એમને એક માસ સર્વેલન્સ ટુલની આવશ્યકતા છે. પ્રોફેસર સુદે દાવો કર્યો હતો કે સરકારના આ પગલું દેશના લોકતંત્ર સામે એક પડકાર છે અને ભારતીય સંવિધાન દ્વારા આપવામાં આવેલા મૌલિક અધિકારોનું હનન થવાની સંભાવના છે. પ્રોફેસર સુદના આ આરોપો સામે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કોઈ પણ ટીપ્પણી કરવામાં આવી નથી.