Covid-19 Update/ રાજ્યમાં વકરતો કોરોના, શાળાના વિધાર્થીઓ સહિત નોંધાય આટલા કેસ…

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 કેસ નોંધાય છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 14 કેસ સામે આવ્યા છે. 

Top Stories Gujarat Others
કોરોના કેસમાં રાજ્યમાં વકરતો કોરોના, શાળાના વિધાર્થીઓ સહિત નોંધાય

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દિવાળીમાં આપેલી છૂટછાટ બાદ વકરેલો કોરોના ધીરેધીરે પોતાનું કદ ફરી એકવાર વધારી રહ્યો છે. જેમાં વધતી ઠંડી પ્રાણ પૂરી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં શાળા-કોલેજો ખૂલ્યા બાદ વિધાર્થીઓમાં પણ કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 કેસ નોંધાય છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 14 કેસ સામે આવ્યા છે.  છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 12 કેસ નોંધાય છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં  74 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં કોઇ મોત નોંધાયું નથી. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 575 છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,28,005 પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,819 છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં શાળાઓમાં ફક્ત 10 દિવસમાં જ 20થી વધુ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યના ચારેય મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની શાળાઓમાં કોરોનાના કેસો સામે આવ્યા છે. શાળામાં નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં સુરતમાં 9, અમદાવાદમાં 4, રાજકોટમાં 3, વડોદરામાં 2, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ નોંધાઇ ચૂક્યા છે.

 તો સાથે રાજ્યમાં ઓમીક્રોનના કેસે પણ ચિંતા વધારી છે. રાજ્યમાં જામનગર બાદ સુરત અને વડોદરા અને ઉત્તર ગુજરાતમાંથી ઓમીક્રોનના કેસ મળી આવ્યા છે.

અમદાવાદ / કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યુ.એન. મહેતા હોસ્પિટલના સત્તાધીશો સામે નારાજ ..!!

ગુજરાત / પેપર લીકના તાર ખેડા સુધી પહોંચ્યા, શંકાના આધારે શિક્ષકની અટકાયત

National / લોકસભામાં સરોગસી બિલ મંજૂર, હવે સરોગસી માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે