Not Set/ “પેટ્રોલની કિંમતમાં ઘટાડો રાહત કે મજાક”, 1 પૈસાના ઘટાડા અંગે રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન

નવી દિલ્હી, કર્ણાટક વિધાનસભાની ચુંટણી સમાપ્ત થયા બાદ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાઈ રહેલા કમરતોડ વધારા બાદ બુધવારે મહદઅંશે રાહત આપવામાં આવી હતી. 16 દિવસ બાદ ઓઈલ કંપની IOCL (ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા પેટ્રોલના ભાવમાં 59 પૈસા અને ડીઝલમાં 56 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ ઓઈલ કંપની IOCL (ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા પોતાની ભૂલ સ્વીકાર કરતા […]

Top Stories Trending
combo photo modi rahul gandhi and narendra bd8197da 9b83 11e7 9cb6 5fa30af43469 1 "પેટ્રોલની કિંમતમાં ઘટાડો રાહત કે મજાક", 1 પૈસાના ઘટાડા અંગે રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન

નવી દિલ્હી,

કર્ણાટક વિધાનસભાની ચુંટણી સમાપ્ત થયા બાદ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાઈ રહેલા કમરતોડ વધારા બાદ બુધવારે મહદઅંશે રાહત આપવામાં આવી હતી. 16 દિવસ બાદ ઓઈલ કંપની IOCL (ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા પેટ્રોલના ભાવમાં 59 પૈસા અને ડીઝલમાં 56 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

જો કે ત્યારબાદ ઓઈલ કંપની IOCL (ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા પોતાની ભૂલ સ્વીકાર કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં  1 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, તે જણાવ્યું હતું.

પરંતુ હવે IOCL દ્વારા કરાયેલા આ ભાવ ઘટાડા અંગે હવે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરાયેલા 1 પૈસાના ઘટાડા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે પીએમ મોદી પર હુમલો બોલ્યો છે.

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું, “પ્રિય પ્રધાનમંત્રી તમે જયારે એક પૈસાનો ઘટાડો કરીને મજાક કરવાની કોશિશ કરી છે તો આ બાળકપણું છે”.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “આ તેઓના ફ્યુઅલ ચેલેન્જનો યોગ્ય જવાબ નથી.

મહત્વનું છે કે, મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવેલા “હમ ફિટ તો ઇન્ડિયા ફિટ” હેઠળ ચેલેન્જમાં ભાગ લીધો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પીએમ મોદીને આ ચેલેન્જ સ્વીકારવા માટે આગ્રહ કર્યો હતો ત્યારે તેઓએ સ્વીકાર કર્યો હતો. જો કે ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ આ ચેલેન્જ અંગે પેટ્રોલના ભાવ ઘટાડવા અંગે એક ચેલેન્જ આપી નિશાન સાધ્યું હતું.