Not Set/ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસર શરુ, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ 

દક્ષિણના સુરત જિલ્લાના પણ વાતાવરણમાં વાવાઝોડાને લઈને ભારે પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. તો મહુવા તાલુકાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Others Trending
cm 3 ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસર શરુ, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ 

ગુજરાત રાજ્યમાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાવવાનું શરુ થઇ ચુક્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ  થી ચુક્યો છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 17 અને 18 મેના રોજ તૌકતે વાવાઝોડને લઈ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે તો દરિયાકાંઠાના વિસ્તારો જેમકે ગીર, સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચના  કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વાવાઝોડાને પગલે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  માછીમારોને સમુદ્રમાં ન જવા અથવા તો જે ગયા છે તેમને પાછા બોલાવી લેવા તાકીદ કરવામાં આવી છે.

વાતાવરણમાં પલટો

વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ધોલાઈ બંદર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો દરિયાકિનારે ભરતીની શરૂઆત થઇ છે. જ્યારે દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો મહિસાગર જિલ્લામાં પણ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. જિલ્લાના રાજસ્થાની સરહદના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાયો છે. તો જિલ્લાના અમુક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી છાંટા પણ પડયા છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

નવસારી જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે વાંસદા અને ખેરગામ તાલુકામાં કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થઇ ચૂક્યો છે. વાંસદા તાલુકાના ખાનપુર અને તલાવચોરા ગામમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ખેરગામ માં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો કચ્છ જિલ્લા પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને પોતાની ઘરવખરી સાથે સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે.

અમરેલી જિલ્લા કલેકટર દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિ ને લઈને એક ટ્વિટ કરવામાં આવ્યું છે જેમાં કહ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠે પોરબંદર અને મહુવા દરિયા કાંઠે વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે જેને લઇ અમરેલી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા પૈકીનો એક હોઈ શકે છે.આથી જ નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર શરૃ કરવામાં આવી છે અને જેમાં અધિકારીઓને સહયોગ આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે તો કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, મોરબી જિલ્લાઓને ઓછી કે વધારે તબાહી નોતરી શકે છે

દક્ષિણના સુરત જિલ્લાના પણ વાતાવરણમાં વાવાઝોડાને લઈને ભારે પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. તો મહુવા તાલુકાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

ભારે બેદરકાર લોકો 

નવસારી જિલ્લામાં વાવાઝોડાના પગલે વહીવટીતંત્ર સાબદું બન્યું છે એક બાજુ ખલાસીઓને દરિયામાંથી કિનારે સુરક્ષિત રહેવા માટે ની સૂચના આપવામાં આવી છે તો બીજી બાજુ માછીવાડ વિસ્તારમાં લોકો દરિયામાં મજા માણતા નજરે પડ્યા છે. હાઇટાઇડ ના સમયે લોકો દરિયામાં ન્હાવાની મજા માણી રહ્યા છે. દરિયાકિનારે કોઈપણ પ્રકારની સુરક્ષા મૂકવામાં આવી નથી.  વારંવાર સૂચના અપાઇ હોવા છતાં પણ અહી લોકો બેદરકારી દાખવી દરિયામાં મોજા વચ્ચે નહાવાની મઝા માનતા જોવા મળી રહ્યા છે.

હેલિકોપ્ટરથી વાવાઝોડા ની સૂચના

પોરબંદરમાં વખતે વાવાઝોડાને લઈ કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને તેમજ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે તેમજ કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી વાવાઝોડા ની સૂચના આપી માછીમારો તેમજ સ્થાનિક લોકોને સાવચેત કરાયા છે.  હેલિકોપ્ટર દ્વારા સ્પીકર થી સતત લોકો ને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી રહી છે.