FIR/ સલમાનખાનના બે ભાઈઓ સામે આ કારણથી BMCએ નોંધાવી FIR

કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે જ્યારે મકરસંક્રાંતિ જેવા તહેવારો પર સામાન્ય જનતાને કડક અમલવારી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે ત્યારે નેતાઓ છડેચોક આ ગાઇડ લાઇનનું

Top Stories Entertainment
1

કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે જ્યારે મકરસંક્રાંતિ જેવા તહેવારો પર સામાન્ય જનતાને કડક અમલવારી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે ત્યારે નેતાઓ છડેચોક આ ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. માત્ર નેતાઓ નહિં આ શ્રેણીમાં હવે અભિનેતાઓ પણ આવી ગયા છે. જોકે મુંબઈ મહાનગરપાલિકાએ અભિનેતાઓ વિરુદ્ધ કાર્યવાહી આજ કરવાનું કામ કરી અને આવરદાયક કામ કર્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ અભિનેતા અરબાઝ ખાનઅને સોહેલ ખાન સામે મોટી કાર્યવાહી કરી છે. કોરોના ગાઈડલાઈન્સ તોડવાના આરોપમાં આ બંને અભિનેતાઓ અને સોહેલ ખાનના પુત્ર નિર્વાન ખાનની સામે FIR નોંધી છે.

 

Congress leader / શક્તિસિંહ ગોહિલે બિહાર કોંગ્રેસ પ્રભારી પદમાંથી મુક્તિની કરી…

આ લોકો પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ખોટી જાણકારી આપવાનો આરોપ છે. આ લોકો 25 ડિસેમ્બરે UAEથી મુંબઈ પરત ફર્યા હતા. તેઓએ મુંબઈ મહાનગરપાલિકાને શપથપત્ર આપ્યું હતું કે તે પોતે તાજ હોટેલમાં ક્વોરન્ટાઈન રહેશે. પણ તાજ હોટેલમાં ક્વોરન્ટાઈન રહેવાને બદલે તેઓ બ્રાંદ્રા સ્થિત પોતાના ઘરે જતાં રહ્યા હતા. તાજેતરમાં જ બ્રિટેનમાં મળેલાં નવા કોરોના વાયરસના સ્ટ્રેનના પ્રકોપને કારણે UK અને UAEથી યાત્રીઓને કાનૂન દ્વારા સાત દિવસ સુધી ક્વોરન્ટાઈન પીરિયડમાં રહેવાનો આદેશ કર્યો છે. જે અનુસાર સોહેલ અને અરબાઝે તાજ લેન્ડમાં બુકિંગ કરાવ્યું હતું. જ્યારે નગર નિગમે 26 ડિસેમ્બરે હોટેલમાં જઈને તપાસ કરી તો સામે આવ્યું કે ત્રણેય જણાં ત્યાંથી રૂમ ખાલી કરીને જતા રહ્યા છે.

pmmodi / આજે વડાપ્રધાન મોદી કરશે કોચી-મંગલુરૂ કુદરતી ગેસ પાઇપલાઇનનું …

આ મામલે ખાર પોલિસ સ્ટેશનમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા FIR નોંધાવવામાં આવી છે. હવે આ ત્રણેયને રિચર્ડસન એન્ડ ક્રૂડસના ક્વોરન્ટાઈન સેન્ટર લઈ જવામાં આવશે. જ્યાં તેઓને 9 જાન્યુઆરી સુધી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે. એવું પણ જાણવામાં આવી રહ્યું છે કે, અરબાજ, સોહેલ અને નિર્વાનના કોરોનાનાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…