Bangaluru/ બેંગ્લુરૂના એરપોર્ટ પર એટેચીમાંથી 10 એનાકોન્ડા નીકળ્યા

કસ્ટમ વિભાગે વન્યજીવોની તસ્કરીનો કર્યો પર્દાફાશ

Top Stories India
Beginners guide to 2024 04 23T151054.109 બેંગ્લુરૂના એરપોર્ટ પર એટેચીમાંથી 10 એનાકોન્ડા નીકળ્યા

Bengaluru News : વિદેશમાંથી સોનું ચાંદી છુપાવીને લાવવાની વાત નવી નથી. પરંતુ બેંગ્લુરૂ એરપોર્ટ પર એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કસ્ટમ વિભાગને એટેચેમાંથી 10 એનાકોન્ડા સાપ મળી આવ્યા હતા.

બેંગ્લુરૂના કેમ્પેગૌડૈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમની ટીમને એક પ્રવાસીની બેગમાંથી 10 એનાકોન્ડા સાપ મળી આવ્યા હતા. બોંગ્લુરૂ કસ્ટમ્સે ટ્વિટર પર ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. જોમાં અધિકારીઓ એક દાણચોરની ધકપકડ કરી છે.

કસ્ટમ વિભાગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે બેંગકોકથી આવનાર એક મુસાફરના ચેક ઈન દરમિયાન તેની એટેચીમાંથી પીળા રંગના 10 એનાકોન્ડા મળી આવ્યા હતા. કસ્ટમ વિભાગે વ્નયજીવ તસ્કરીનો પ્રયાસ નાકામ કરીને આરોપીને ઝડપી લીધો હતો. તેમમે કહ્યું હતું કે આ પ્રકારની તસ્કરી સહન કરાશે નહી. સીઆઈટીઈએસ અંતર્ગત સુરિબધ્ધ પ્રજાતિઓ સંમેલનની જોગવાઈઓને આધીન છે. બેંગકોકમાંથી વન્યજીવોની તસ્કરીનો આ પહેલો પ્રયાસ નથી.

જાન્યુઆરી 2022માં રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ બેંગકોકના 3 પ્રવાસીઓને કીયા ખાતે અટકાવીને તેમની પાસેથી 18 પ્રાણીઓ કબજે કર્યા હતા. આરોપીઓ તેમના ચેક ઈન સામાનમાં પ્રાણીઓની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સિવાય ઓગસ્ટ 2022માં કસ્ટમ અધિકારીઓએ ટ્રોલી બેગમાં છુપાવેલા કાંગારૂના બચ્ચાના મૃતદેહને પુન : પ્રાપ્ત કરવા ઉપરાંત કાંચીડો, અજગર,ઈગુઆના, કાચબા અને મગર સહિત 234 સરિસૃપ પ્રાણીઓની તસ્કરી કરનારા શખ્સની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનમાં PM મોદી અને કંગના રનૌત સહિત શિવરાજસિંહ ચૌહાણ બીજા તબક્કામાં કરશે જોરશોરથી પ્રચાર

આ પણ વાંચો: મુખ્તાર અંસારીનું મોત ઝેરથી થયું હતું? વિસરા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

આ પણ વાંચો: સેના પર સૌથી વધુ ખર્ચ કરવામાં વિશ્વનો ચોથો દેશ બન્યો ભારત,SIPRIના અહેવાલમાં કરવામાં આવ્યો દાવો