Loksabha Electiion 2024/ રાજસ્થાનમાં PM મોદી અને કંગના રનૌત સહિત શિવરાજસિંહ ચૌહાણ બીજા તબક્કામાં કરશે જોરશોરથી પ્રચાર

રાજસ્થાનમાં ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આવતીકાલે, બુધવાર, 24 એપ્રિલ, સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. PM મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ આજે અને આવતીકાલ એમ બે દિવસથી ભાજપ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 04 23T101114.163 રાજસ્થાનમાં PM મોદી અને કંગના રનૌત સહિત શિવરાજસિંહ ચૌહાણ બીજા તબક્કામાં કરશે જોરશોરથી પ્રચાર

PM મોદી ફરી રાજસ્થાનની મુલાકાતે છે. રાજસ્થાનમાં ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આવતીકાલે, બુધવાર, 24 એપ્રિલ, સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. આજે અને આવતીકાલ એમ બે દિવસથી ભાજપ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી રાજસ્થાનની મુલાકાતે છે. સવારે 9 વાગ્યે તેઓ ટોંક-સવાઈ માધોપુર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર સુખબીર સિંહ જૌનપુરિયાના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધશે. ટોંક જિલ્લાના ઉનિયારામાં ચૂંટણી સભા થશે જેમાં પીએમ મોદી હાજરી આપશે. આજે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ રાજસ્થાનની મુલાકાતે છે. બપોરે 2 વાગ્યે તેઓ કોટામાં હોટેલ સૂર્યા રોયલમાં મીડિયાને મળશે. આ પછી, તેઓ સાંજે 4 વાગ્યે ચિત્તોડગઢ લોકસભા મતવિસ્તારના બેગુ વિધાનસભા ક્ષેત્રના બનોરામાં યોજાનારી ચૂંટણી સભામાં હાજરી આપશે. ફિલ્મ અભિનેત્રી અને બીજેપી નેતા કંગના રનૌત પણ આજે અને આવતીકાલે સતત બે દિવસ રાજસ્થાનમાં રોડ શો કરશે. આજે મંગળવારે તે પાલી અને જોધપુરમાં રોડ શો કરશે જ્યારે આવતીકાલે 24મી એપ્રિલે તે જેસલમેર અને બાડમેરમાં રોડ શો કરશે.

શિવરાજ સિંહ ચૌહાણ
બપોરે 1.30 વાગ્યે કોટા એરપોર્ટ પહોંચ્યા બાદ બપોરે 2:00 કલાકે હોટેલ સૂર્યા રોયલ ખાતે મીડિયાને મળશે. પછી બપોરે 3:00 વાગ્યે કોટા એરપોર્ટથી ચિત્તોડગઢ માટે રવાના થશે અને સાંજે 4:00 વાગ્યે ચિત્તોડગઢ જિલ્લાના બેગુના બનોરામાં ચૂંટણી સભા સ્થળે પહોંચશે.

કંગના રનૌત

આજે બપોરે 3:00 કલાકે કંગના રનૌત રાજસ્થાન પંહોચી હોટલ ધ રોહિત હાઉસમાં રોકાશે અને 3:15 કલાકે કાર દ્વારા પાલી જવા રવાના થશે. કાર દ્વારા 68 કિલોમીટરની મુસાફરી કર્યા બાદ સાંજે 5:30 વાગ્યે પાલીમાં રોડ શો કરશે. આ રોડ શો મહાદેવ મંદિર હાઉસિંગ બોર્ડથી શિવાજી સર્કલ સુધી નિકળશે અને પછી
સાંજે 6:30 વાગ્યે તે પાલીથી જોધપુર જવા રવાના થશે. બાદમાં રાત્રે 8:00 કલાકે જોધપુરમાં રોડ શોમાં ભાગ લેશે. આ રોડ શો ગુરુદ્વારા સેક્ટર 8 હાઉસિંગ બોર્ડથી ચૌપાસની હાઉસિંગ બોર્ડ ફર્સ્ટ પુલિયા સુધી થશે. અને રાત્રે 9:30 વાગે હોટેલ ધ રોહિત હાઉસ પહોંચશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે. અને બીજા દિવસે બુધવાર, 24 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યે જેસલમેર માટે રવાના થશે. જેસલમેરમાં 10:30 વાગ્યે 1.5 કિલોમીટર અંતરનો રોડ શો યોજાશે. અને બપોરે 12 વાગે જેસલમેરથી બાડમેર જવા રવાના થશે. ત્યારપછી બપોરે 2 વાગે વિવેકાનંદ સર્કલથી ગાંધી ચોક સુધી રોડ શોમાં ભાગ લેશે. તેનું અંતર 1.5 કિલોમીટર છે. તે સાંજે 4 વાગ્યે બાડમેર એરપોર્ટથી કુલ્લુ (હિમાચલ પ્રદેશ) માટે રવાના થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાઝાની હોસ્પિટલમાંથી 300 મૃતદેહોની કબર મળી આવતાં ખળભળાટ, ઈઝરાયેલે વિનાશ વેર્યો હતો

આ પણ વાંચો:ઈઝરાયેલના હુમલામાં ગર્ભવતી મહિલાનું મોત, ડોકટરોએ ગર્ભમાં રહેલા બાળકને બચાવ્યુ

આ પણ વાંચો:અમેરિકામાં આ કેવા પ્રકારની પાર્ટી , કેટલીક જગ્યાએ ધક્કામુક્કી તો કેટલીક જગ્યાએ લોકો કાર પર દોડી આવ્યા, અલગ-અલગ ઘટનાઓમાં 2 લોકોના મોત અને 18 ઘાયલ થયા