Kutch-Masssuicide/ કચ્છમાં સામૂહિક આત્મહત્યાની ઘટના, માતાએ બે બાળકો સાથે જીવનલીલા સંકેલી

કચ્છ જિલ્લામાં સામૂહિક આત્મહત્યાની ઘટના બની છે. આ બનાવમાં માતાએ બે બાળકો સાથે જીવનલીલા સંકેલી છે. ભુજના કુકમા ગામે આ કરૂણાંતિકા સર્જાઈ છે. આત્મહત્યાનું કારણ અકબંધ છે.

Gujarat Top Stories Others Breaking News
Beginners guide to 2024 04 23T100056.357 કચ્છમાં સામૂહિક આત્મહત્યાની ઘટના, માતાએ બે બાળકો સાથે જીવનલીલા સંકેલી

ભુજઃ કચ્છ જિલ્લામાં સામૂહિક આત્મહત્યાની ઘટના બની છે. આ બનાવમાં માતાએ બે બાળકો સાથે જીવનલીલા સંકેલી છે. ભુજના કુકમા ગામે આ કરૂણાંતિકા સર્જાઈ છે. આત્મહત્યાનું કારણ અકબંધ છે. પધ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે. માતાએ દીકરા-દીકરી સહિત આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

ભુજના ગામમાં બનેલી આ ઘટનાથી આખું ગામ સ્તબ્ધ છે. આખા ગામમાં સોંપો પડી ગયો છે. ફક્ત કુટુંબ જ નહીં આખું ગામ શોકમાં ગરકાવ છે. આત્મહત્યા પાછળના કારણની પોલીસે તપાસ હાથ ધરી છે.

કુકમાની આહિર સમાજવાડી વિસ્તારમાં રહેતા 24 વર્ષીય સંગીતાબેન વિજય દેત્રોજાએ તેમની સાડા ચાર વર્ષની દીકરી સંધ્યા અને દોઢ વર્ષના પુત્ર રાજવીરની હત્યા કરી પોતે આત્મહત્યા કરી હતી. મકાનમાં લટકતી લાશો મળતા કુકમા ગામમાં ચકચાર મચી છે. સમગ્ર કુટુંબમાં ગમગીની છવાઈ ગઈ છે.

પધ્ધર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ. એમ. ગોહિલે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે મૃતક સંગીતાબેને લોખંડની પાઇપની આડી સાથે આત્મહત્યા કરી છે. પ્રાથમિક તારણ મુજબ સંગીતાબેને પહેલા પોતે આત્મહત્યા કરી હશે અને પછી પોતે આત્મહત્યા કરી હશે. હજી સુધી આત્મહત્યાનું ચોક્કસ કારણ હાથમાં આવ્યું નથી.

સંગીતાબેન પતિ અને સાસુ સાથે કુકમા કુટુંબમાં રહેતા હતા. સંગીતાબેનના પતિ અને સાસુ કેટરિંગ સર્વિસમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. બપોરે સંગીતાબેનના પતિ અને સાસુ કેટરિંગના કામે નીકળ્યા બાદ આત્મહત્યાનો બનાવ બહાર આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ