છોટાઉદેપુર/ બોડેલી નજીક એસ.ટી બસ ડીવાઇડર પર ચઢી ગઈ અને પછી જે થયું એ જાતે જ વાંચી લો

અચાનક ફોરલેન શરુ થતા ત્યા દીશા સુચક અને પટ્ટા નહિ હોવાથી નાના મોટા અકસ્માત અવારનવાર સર્જાતા હોય છે.

Gujarat Others
બસ

બોડેલી નજીક કકરોલીયા પાસે એસ.ટી બસ ડિવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો  ડિવાઈડર પર રેડિયમના પટ્ટા ન હોવાથી વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતા લોકો માં રોષ જોવા મળી રહ્યો છે

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી નજીક બોડેલી ગોધરા હાઇવે રોડ પર કકરોલીયા ગામ પાસે એસ.ટી.બસ રોડ વચ્ચેના ડીવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની ઘટનામાં મુસાફરોને કોઈ જાનહાની કે ગંભીર ઇજાઓ થઈ ન હોય બસના ડ્રાઇવર કંડકટર અને મુસાફરો એ હાસ અનુભવી હતી.

બસ

ગઢશીશાથી છોટાઉદેપુર તરફ જતી એસ.ટી બસ બોડેલી નજીકના કકરોલીયા પાસે ડિવાઇડર પર ચડી ગઈ હતી કકરોલીયા ગામ પાસે થી બોડેલી તરફ આવતા ફોર લેન રસ્તો શરુ થતા ત્યા મુકેલા દીશા સુચક બોર્ડ કેટલાય સમયથી નીકળી ગયુ છે. ત્યા કોઇ પટ્ટા કે ફોરલેન શરુ થવાનુ નિશાન ના હોવાથી અચાનક આવતા ડિવાઇડર  વચ્ચે વાહનો ચઢી જવાની ઘટનાઓ વારંવાર બની રહી છે અને નાના મોટા અકસ્માત સર્જાય છે તંત્રની ઘોર બેદરકારીને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ચોમાસાને લઇ વરસાદી માહોલ બન્યો છે ત્યારે રાત્રી દરમિયાન વિઝન ડાઉન થતુ હોય અહી વહેલી તકે દીશા સુચક બોડૅ અને પટ્ટા મારવામાં નહી આવે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે.

વાહન ચાલકોનાં જણાવ્યા મુજબ દૂરથી ડિવાઇડર દેખાતું ન હોવાથી અને ત્યાં કોઈ બોર્ડ યા રેડિયમના પટ્ટા ન હોવાથી અકસ્માત સર્જાય છે. ત્યારે વહેલી તકે ડિવાઈડરના  બોર્ડ મૂકવામાં આવે અને રેડિયમના પટ્ટા મારવામાં આવે તેમ વાહન ચાલકો જણાવી રહ્યા છે. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બસને ડિવાઇડર પરથી નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી તકે ડિવાઇડર પર બોર્ડ મૂકવામાં આવે અને રેડિયમના તેમજ રોડ પર પટ્ટા મારવામા આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

આ પણ વાંચો : જામનગરનાં બોગસ પત્રકારોને પીળું પત્રકારત્વ કરવાનું પડ્યું ભારે : બ્લેકમેઇલ કરતા પોલીસે પકડ્યા