kite festival/ જોજો મકરસંક્રાંતિ પર ભૂલમાં પતંગ પર શાંતિ જોખમાય તેવું લખાણ ન લખાય જાય, અમદાવાદ તેમજ રાજકોટ કલેક્ટરના જાહેરનામા

મકરસંક્રાંતિના તહેવાર પર કોરોના સંક્રમણ ફેલાવવાની દહેશત ના કારણે રાજ્ય સરકાર ના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા જાહેરનામા અન્વયે કડક પાલન કરવામાં આવશે. રાજકોટમાં તેમજ અમદાવાદમાં

Top Stories Gujarat
1

મકરસંક્રાંતિના તહેવાર પર કોરોના સંક્રમણ ફેલાવવાની દહેશત ના કારણે રાજ્ય સરકાર ના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા જાહેરનામા અન્વયે કડક પાલન કરવામાં આવશે. રાજકોટમાં તેમજ અમદાવાદમાં સરકારની ગાઇડ લાઇન નો કડક અમલ કરાવવામાં આવશે. પતંગ પર કોઈપણ પ્રકારના લખાણો કે જેના કારણે શાંતિ જોખમાતી હોય તે પ્રકારના લખાણ લખી અને પતંગ ઉડાડી શકાશે નહીં આ અંગે રાજ્ય સરકારે મકરસંક્રાંતિ માટે થઈ અને ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે તે પ્રમાણે રાજકોટ જિલ્લા કલેક્ટરે પોલીસ કમિશનર સિવાયના વિસ્તાર માટે જાહેરનામુ બહાર પાડયું છે.

International Kite Festival: Everything you need to know about the celebration - Times of India

સેલવાસ / આ પ્રતિબંધિત ‘ગુટખા’ કંપનીમાં પોલીસનાં દરોડા, કરોડોનો …

આ જાહેરનામા પ્રમાણે રાજકોટમાં તેમજ અમદાવાદમાં જાહેર સ્થળો પર ખુલ્લામાં રસ્તા પર કે પછી ફૂટપાથ પર પતંગ ઉડાડી શકાશે નહીં, તેમજ માસ્ક વિના અગાસી પર રહી શકાશે નહીં તેમજ સોસાયટીના મેદાનમાં કે અગાસી પર પરિવાર સિવાયના અન્ય કોઈ સભ્યોને પ્રવેશ આપી શકાશે નહીંમકરસંક્રાંતિના તહેવાર દરમિયાન એનજીટીની સુચના અન્વયે ચાઇનીઝ દોરી તેમજ ચાઈનીઝ તુક્કલ, કાચ પાયેલો દોરા,સિન્થેટિક દોરી વગેરે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Kite festival India 🇮🇳 Kite flying day School decoration ideas | Kite decoration, Kites craft, Arts and crafts for kids

plane crash / ઈન્ડોનેશિયાથી ઉડાન ભરીને ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ અને ચીથર…

આ જાહેરનામાનો સામાન્ય જનતાએ સંપૂર્ણતઃ રીતે પાલન કરવાનું રહેશે અને તેના ભંગ બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 188, જીપી એકટ 131 ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની જોગવાઇઓ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરોમાં પોલીસ મકરસંક્રાંતિ પર અલગ-અલગ વિસ્તારમાં ખડેપગે બંદોબસ્તમાં કાર્યરત રહેશે. જેથી જાહેર જનતાએ જાગૃતિપૂર્વક તહેવારોની ઉજવણી કરવાની રહેશે.

Lessons From Kite Flying | United by ink

Corona Update / UKમાં કોરોનાના કારણે દૈનિક મૃત્યુ દર સરેરાશ 1000, જાણો અન્ય …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…