દિલ્લીમાં આયોજિત દિવાળી મિલન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાકર્મીઓને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે તેઓએ જણાવ્યું, રાજકીય પક્ષમાં લોકશાહી વિકસિત થાય છે તે દેશ માટે ખુબ જરૂરી છે. આ દેશની સ્વસ્થ લોકશાહી માટે જરૂરી છે. સ્વસ્થ લોકશાહી માટે આ ચર્ચાનો વિષય બનવું ખુબ જરૂરી છે.
પીએમ મોદીએ મીડિયાકર્મીઓને સંબોધતા જણાવ્યું,
- દેશનું મીડિયા ખૂબ જ યોગદાન આપી શકે છે અને તેની ભૂમિકા એટલી વ્યાપક રીતે નિભાવી શકે છે તે સ્વચ્છ ભારત અભિયાનમાં જોયું હતું. ભારત જેવા દેશોમાં મીડિયાના માધ્યમનું એક મિશન માટે જોડાવવું એક મોટી બાબત છે. પરંતુ હજુ પણ કરવા માટે ઘણું છે.
- દરેક વ્યક્તિ દેશ માટે કંઈક કરવાની ઇચ્છા ધરાવે છે. મીડિયાનું માધ્યમ સતત વધી રહ્યું છે અગાઉ આ સમુદાયની સંખ્યા બહુ ઓછી હતી. પહેલાના સમયમાં પાંચ કે સાત લોકો સાથે નિકટતા બનાવવામાં આવતી હતી, તેનાથી કામ ચાલી જતું હતું. ઘણા પ્રકારનાં મીડિયા આ પ્રકારે જોડાયેલા છે, તેથી તે રાજકીય પક્ષો માટે પણ એક પડકાર છે. આપણા દેશમાં સરકારોની ચર્ચા થાય છે, ત્યારે રાજકીય પક્ષોની ખામીઓની પણ ચર્ચા થવી જોઈએ.
- ઇરાદા સાથે કોઈ સમસ્યા નથી. કેટલીક વાર નિકટતા મદદરૂપ સાબિત થાય છે. તે એક અલગ વ્યક્તિગત આનંદનો માહોલ હોય છે. બન્ને બાજુ ઘણી અપેક્ષાઓ રહેતી હોય છે પણ આપણે એકજુથ રહેવાની જરૂર છે.