Not Set/ જુઓ અભિનેત્રી વિદ્યા બાલન કેવી રીતે કાસ્ટિંગ કાઉચથી બચી

વિદ્યા બાલને એક પ્રોગ્રામમાં બોલતાં પોતાના અનુભવને વર્ણવ્યો હતો. આજકાલ સેક્સ્યુઅલ એબ્યુઝની વાતો વચ્ચે ટોચની અભિનેત્રી વિદ્યા બાલન પોતે કેવી રીતે કાસ્ટિંગ કાઉચનો શિકાર બનતાં બચી ગઇ હતી એની વાત કરી હતી. જો કે આ મુદે વિદ્યાએ કહ્યું, ‘મહિલાએ ક્યારે બોલવું અથવા અત્યાર સુધી કેમ ચુપ રહી એે તમે નક્કી કરી શકો નહીં. સંજોગો સમજીને […]

Entertainment
જુઓ અભિનેત્રી વિદ્યા બાલન કેવી રીતે કાસ્ટિંગ કાઉચથી બચી

વિદ્યા બાલને એક પ્રોગ્રામમાં બોલતાં પોતાના અનુભવને વર્ણવ્યો હતો. આજકાલ સેક્સ્યુઅલ એબ્યુઝની વાતો વચ્ચે ટોચની અભિનેત્રી વિદ્યા બાલન પોતે કેવી રીતે કાસ્ટિંગ કાઉચનો શિકાર બનતાં બચી ગઇ હતી એની વાત કરી હતી.

જો કે આ મુદે વિદ્યાએ કહ્યું, ‘મહિલાએ ક્યારે બોલવું અથવા અત્યાર સુધી કેમ ચુપ રહી એે તમે નક્કી કરી શકો નહીં. સંજોગો સમજીને બોલવું પડતું હોય છે. વિર્ચાયા વગર તરત બોલવાથી કોને કેટલું નુકસાન થશે એનો ક્યાસ કોણ કાઢે અને કેવી રીતે કાઢી શકાય? વિદ્યાએ એમ પણ કહ્યું કે હું પોતે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઇ ચૂકી છું. પોતે સુખી પરિવારમાંથી આવે છે તેમ જણાવ્યુ અને માત્ર પૈસા માટે કામ કરવા નથી આવી તેમ પણ કહયુ અને પોતાના આનંદ અને શૉખ માટે આવી હતી. તથા તેણે કદી કોઇની સાથે અનૌપચારિક વાત કરી નથી જેથી સામેવાળી વ્યક્તિ નિકટ આવવાનો પ્રયાસ કરે અને તેણે વધુમાં કહયુ મને જરા પણ એવી ગંધ આવી જાય કે આનો હેતુ સારો નથી કે તરત હું ત્યાંથી ખસી જવાનું પસંદ કરી લેતી. એ રીતે મારી જાતને હું સતત બચાવતી રહી છું.