Not Set/ રાજકોટમાં ફિર વહી રફતાર, મોતનો આંકડો 76 જ્યારે બપોર સુધીમાં નવા 171 કેસ

રાજકોટવાસીઓની ચિંતા ઘટાડો થવાનું નામ લઇ રહી નથી. સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ ન થવા પાછળનું કારણ અન્ય સેન્ટર ઊભા થયા હોવાનું સામે આવી રહ્યું છે.રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં છેલ્લા બે દિવસથી ઘટાડો નોંધાય

Top Stories Gujarat
new rjt 4 may રાજકોટમાં ફિર વહી રફતાર, મોતનો આંકડો 76 જ્યારે બપોર સુધીમાં નવા 171 કેસ

રાજકોટવાસીઓની ચિંતા ઘટાડો થવાનું નામ લઇ રહી નથી. સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ ન થવા પાછળનું કારણ અન્ય સેન્ટર ઊભા થયા હોવાનું સામે આવી રહ્યું છે.રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં છેલ્લા બે દિવસથી ઘટાડો નોંધાય રહ્યો છે, પણ મોતમાં કાળો કેર વર્તાવ્યો હયો તેમ મોતનો સીલસીલો યથાવત છે. શહેરમાં 24 કલાકમાં 76 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 72 દર્દીના મોત થયા હતા. પરંતુ ડેથ ઓડિટ કમિટીમાં 14 દર્દીના મોત કોવિડમાં થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. આજે બપોર સુધીમાં નવા 171 કેસ નોધાયા છે.

Human Bodies in Vehicles Found Outside Brooklyn Funeral Home

શહેરમાં કુલ કેસની સંખ્યા 35099 

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં બે દિવસમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 35099 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3643 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે 618 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

Coronavirus Gujarat new cases: Coronavirus cases in Gujarat rise to 30, CM  urges people to stay indoors - The Economic Times

તા. 03/05/2021 ના કુલ ટેસ્ટ :- 6478
કુલ પોઝિટિવ :- 397
પોઝિટીવ રેઈટ :- 6.13 %
કુલ ડીસ્ચાર્જ :- 618

 આજે તા. 04/05/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 171

 કુલ પોઝિટિવ કેસ :- 35099
કુલ ડિસ્ચાર્જ : 31064
રિકવરી રેઈટ : 88.93 %
કુલ ટેસ્ટ :- 1017386
પોઝિટિવિટી રેઈટ :- 3.43 %

રાજકોટ શહેરમાં તારીખ 3 ના રોજ કુલ 10354 લોકોને રસી,આજે બપોર સુધીમાં 3029 વ્યક્તિને કોરોનાની રસી

18 plus vaccination 2 4 રાજકોટમાં ફિર વહી રફતાર, મોતનો આંકડો 76 જ્યારે બપોર સુધીમાં નવા 171 કેસ

18 થી 44 વર્ષના 4630

અને 45 થી મોટી ઉંમરના 5773

મળી કુલ 10354 લોકો કોરોનાની રસી આપવામાં આવી હતી.

 કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 1 મેથી રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. યુવાનોમાં  રસીનો જબરો ઉત્સાહ જોવા મળ્યો છે જ્યારે શહેરમાં 45 વર્ષથી ઉપરના લોકો માટે રસી ના બે દિવસ જેટલો જથ્થો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલ આઠ હજાર જેટલા ડોઝ બચ્યા છે જ્યારે બાકીનો જથ્થો પાઇપલાઇનમાં હોવાનું જાણવા મળ્યું છે.સરકાર દ્વારા  થી 18 થી 44 વર્ષ સુધીના યુવાનો માટે રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા રસીકરણ ઝુંબેશ અંતર્ગત શહેરમાં 50 જેટલા રસીકરણ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. અને1 મે એ 18થી 45 વર્ષની વયના લોકોએ કોવિડ  માટે રજિસ્ટ્રેશન કરાવ્યા હતા જેમાં શનિવારે 7500 રવિવારે 4806 તેમજ આજે બપોર સુધીમાં 3548 યુવાનોને કોવિડ ની રસી આપવામાં આવી હતી. ગઈકાલે શહેરમાં કોરોના વોરિયર્સ સિનિયર સિટીઝન સહિત કુલ આજે બપોર સુધીમાં 3029 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી હતી.

ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની વ્યવસ્થા નહીં હોય તો નહીં મળે મંજૂરી કલેકટર રેમ્યા મોહન

remya mohan રાજકોટમાં ફિર વહી રફતાર, મોતનો આંકડો 76 જ્યારે બપોર સુધીમાં નવા 171 કેસ

રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દી ઓને તાત્કાલિક ઓક્સિજનની જરૂર પડતી હોય આ સંજોગોમાં ઓક્સિજન વગરની હોસ્પિટલોમાં દર્દીઓના જીવ જોખમમાં મૂકાતા હોવાના કારણે હવે પછીથી કોઈ ખાનગી હોસ્પિટલ શરૂ કરવા માટે મંજૂરી માગશે ત્યારે ઓક્સિજન બેડની સુવિધા હશે તો જ તેને મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધી નીચે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન બેડ નથી અને મંજૂરી આપવામાં આવી છે તેવી હોસ્પિટલો બંધ નહીં કરવામાં આવે પરંતુ ચાલુ રખાશે કેમકે આવી હોસ્પિટલ માટે ઇમર્જન્સી ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા છે તેમ કલેકટર રેમ્યા મોહને જાહેર કર્યું છે.

majboor str 2 રાજકોટમાં ફિર વહી રફતાર, મોતનો આંકડો 76 જ્યારે બપોર સુધીમાં નવા 171 કેસ