હંગરીના રાષ્ટ્રપતિ કેટાલિન નોવાકને બાળ યૌન શોષણના દોષિતને માફ કરવા ભારે પડ્યા છે. રાષ્ટ્રપતિ કેટાલિન નોવાક વિરૂદ્ધ ભારે જનઆક્રોશ જોવા મળી રહ્યો છે, જેમની આ બાબતે ટીકા થઈ રહી છે. આ કારણે તેમણે પોતાની ભૂલ માટે લોકોની માફી માગી અને શનિવારે નોવાકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. નોવાકે એક ટેલિવિઝન સંદેશમાં જણાવ્યું હતું કે તે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપશે. તે 2022 થી આ પદની જવાબદારી નિભાવી રહી હતી. નોવાકે એપ્રિલ 2023 માં સરકારી બાળકોના આશ્રયસ્થાનમાં બાળ જાતીય દુર્વ્યવહારના કેસ સાથે સંબંધિત પુરાવા છુપાવવા બદલ દોષિત પુરૂષની સજામાં ફેરફાર કર્યો હતો.
આરોપી સામે આરોપ સાબિત થયો હતો કે તે આશ્રયસ્થાનના ડિરેક્ટર પર લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોને પાછા ખેંચવા માટે પીડિતો પર દબાણ કરી રહ્યો હતો. આ કેસમાં પુરાવા છુપાવવાના પ્રયાસના ગુનામાં દોષિતને ત્રણ વર્ષથી વધુની જેલની સજા ફટકારવામાં આવી હતી. નોવાક દ્વારા દોષિતને માફ કરવાનો નિર્ણય જાહેર થયા પછી, દેશભરમાં તેની વ્યાપક ટીકા થઈ હતી. આ નિર્ણય જાહેર થયાના એક સપ્તાહ બાદ નોવાકે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.
નોવાકે કહ્યું- મારાથી ભૂલ થઈ
ગુનેગારને માફ કરવાના નિર્ણય બદલ માફી માગતા શનિવારે નોવાકે કહ્યું, “મેં ભૂલ કરી છે.” “હું જે લોકોને દુઃખ પહોંચાડ્યું છે તેમની માફી માગુ છું, અને તે પીડિતો માટે પણ હું માફી માગુ છું.” હું તે લોકો માટે માફી માગુ છું જેમને એવું લાગ્યું હશે. હું તેમના માટે ઊભી નહતી.” નોવાકે કહ્યું, ”હું આજે તમને છેલ્લી વાર રાષ્ટ્રના વડા તરીકે સંબોધી રહ્યો છું. હું દેશના રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.નોવાક હંગેરીના પ્રથમ મહિલા અને સૌથી યુવા રાષ્ટ્રપતિ હતા.
આ પણ વાંચો:પદ્મશ્રી એવોર્ડ મેળવ્યા પહેલા જ પંડિત લક્ષ્મણ ભટ્ટ તૈલાંગનું થયું અવસાન; જાણો કોણ હતા આ સંગીતકાર
આ પણ વાંચો:ફ્લોર ટેસ્ટ પહેલા બિહારમાં વધી રાજકીય ઉથલપાથલ, RJDએ તેના ધારાસભ્યોને..
આ પણ વાંચો:કલમ 370-ત્રિપલ તલાકનો અંત, કેમ ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે 17મી લોકસભા?